Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભારે વરસાદની પરિસ્થિતિને પહોચી વળવા જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

જામનગર, તા.૧૯: જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડ ખાતે છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં વરસેલ વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા તેમજ ગમે તેવા આકસ્મિક સંજોગોને પહોચી વળવા કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા અધિકારીઓની એક બેઠક મળી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ દરેક વિભાગના અધિકારીઓને પોતાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ કામોના એકશન પ્લાન બનાવી ગમે તેવી પરિસ્થિતિમાં પણ પુર પીડીત લોકો સુધી તંત્ર દ્વારા તાત્કાલીન રાહત મળી રહે તે પ્રમાણે આયોજન કરવા સુચીત કર્યા હતા.    

જિલ્લાના તમામ અધિકારીઓને હેડ કવાર્ટરમાં રહેવા તેમજ અસરગ્રસ્તો માટે તમામ સદ્યન પગલાં લેવા જિલ્લા તંત્ર દ્વારા સુચનો આપવા સાથે તલાટીઓને પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સુચના આપાવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ રોગચાળા સામે અટકાયતી પગલાં લેવા કાર્યવાહી કરવા જણાવાયુ હત. કન્ટ્રોલ રૂમ પર ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ જિલ્લાની વરસાદ અને ડેમની સ્થિતિ પર સતત નજર રાખવા જણાવાયુ હતુ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારીક, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બારડ, પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુલ, નિવાસી અધિક કલેકટરશ્રી કેલૈયા તથા સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)