Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જૂનાગઢ જિલ્લામાં ઓરી અને રૂબેલાના રસીકરણ અભિયાનનો પ્રારંભ

જૂનાગઢઃ જિલ્લામાં ઓરી અને રૂબેલા રોગને સંપુર્ણ નાબુદી માટે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢના વડાલ ગામે ગઇ કાલે કલેકટર શ્રી સૌરભ પારધીએ આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ રસીકરણ અભીયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ૧૩૪૨ શાળાઓમાં જતા ૧૮૦૦૦૦ બાળકોનું રસીકરણ ૨૮૨૫ સેશનમાં કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના દરેક ૯ થી ૧૫ વર્ષના બાળકોને આ રસીથી રક્ષિત કરવાનું આયોજન છે. આ પ્ય્દ્ગક રસી સંપુર્ણ પણે સુરક્ષિત છે, તેની કોઇ આડ અસર નથી. દરેક રસીકરણ કેન્દ્ર પર તબીબ સાથેની પેરામેડીકલ સ્ટાફની ટીમ ઉપસ્થિત રહેશે. વડાલ ખાતે પ્રારંભિક કાર્યક્રમમાં ડીડીઓ શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સી.એ. મહેતા તેમજ ડો. ભાયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:54 am IST)