Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સૌરાષ્ટ્રની જૂની નહેરોની ક્ષમતા ઘટી ગઈ છે, સિમેન્ટની પાકી નહેરો બનાવો

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં આવરી લેવા મોહનભાઈની રજૂઆત

રાજકોટ, તા. ૧૯ : ભાજપના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાએ સૌરાષ્ટ્રની જૂની કાચી કેનાલોના સ્થાને નવી પાકી સિમેન્ટની કેનાલો બનાવવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.

મોહનભાઈએ રજૂઆત કરી છે કે સૌરાષ્ટ્રની ઘણી નહેરો (ધરણી) બહુ જૂની થઈ ગઈ છે. તે નહેરોની જળવહન ક્ષમતા ઘટી ગઈ છે. આવી નહેરોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત સિમેન્ટ ક્રોકીટની કરી લીફટ સિંચાઈમાં રૂપાંતરીત કરવી જરૂરી છે. નવી પાકી નહેરો બનાવવાની તેની જળવહન ક્ષમતા વધશે અને પાણીની બચતમાં ફાયદો થશે. ખેડૂતો માટે પાણી ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાશે અને વધુ ખેત ઉપજ સેવામાં ઉપયોગી થશે. કિશાનોની આવક વધી શકશે કેન્દ્ર સરકાર આ દિશામાં વિચારે તેવી મારી લાગણી છે.

(11:53 am IST)