Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવા ખેતી ખર્ચના દોઢા ભાવ આપવા ઉપલેટામાં માંગણી

ઉપલેટા તા.૧૯ : વિવિધ મુદ્દાઓ ઉપર ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૯ ઓગષ્ટના રોજ દેશભરના ખેડૂતો જેલભરો સત્યાગ્રહ કરશે. દેશભરના ખેડૂતોની માંગણી મુજબ ખેતી ખર્ચના દોઢા ભાવ આપો તો જ ખેડૂતોની આર્થિક દુર્દશામાંથી બહાર આવી શકે તેમ છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ છેતરપીંડી સમાન છે.

સ્વામીનાથન કમીટી દ્વારા કરેલી ભલામણ મુજબ ખેતીમાં લાગતા તમામ ખર્ચને ઉત્પાદન ખર્ચ ગણી દોઢા ભાવ આપોની માંગ કરવામાં આવી છે. આ સંમેલનમાં મુખ્ય વકતા સીટુના ગુજરાતના પ્રમુખ અરૂણ મહેતાએ જણાવ્યું હતુ. આઝાદીના આંદોલન પછી પ્રથમ વખત દેશના ખેડુતો અને મજૂરો સંયુકત રીતે લડત આપવા કટીબધ્ધ બન્યા છે. આ તકે ગુજરાત કિસાન સભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ જણાવ્યુ હતુ કે તા.પ-૯-૧૮ના રોજ દિલ્હીમાં ખેડુત અને મજદૂર રેલીમાં ગુજરાતમાંથી પાંચ હજાર ખેડુતો સામેલ થશે.

(11:51 am IST)
  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST