Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વેરાવળ તાલુકાના સવનીમાં જમીનનું ધોવાણઃ વળતર આપવા સરપંચ નરસીંગભાઇની માંગણી

પ્રભાસ પાટણ તા.૧૯: વેરાવળ તાલુકામાં સતત ૧ર દિવસ વરસી રહેલ વરસાદને કારણે વેરાવળ તાલુકાના સવની ગામે ફળદ્રુપ જમીન આવેલ છે જેને હિરણ નદી તેમજ ખેતરોના જોરદાર પાણીને કારણે મગફળી, નાળીયેરી સહિત અનેક પાકોને જોરદાર નુકશાન થયેલ છે અને જમીનનું સંપૂર્ણ ધોવાણ થયેલ છે.

ઉભેલા મોલને પાણીનાં ધસમસતા પ્રવાહે ઉખેડીને ફેકી દીધેલ છે. આ બાબતે સવની ગામનાં સરપંચ નરસીંગભાઇ ઝાલાએ જણાવેલ કે તંત્ર દ્વારા તાત્કાલીક તમામ જમીનનું સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

(11:50 am IST)