Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પોરબંદર માર્કેટીંગ યાર્ડની દુકાનમાંથી ૧.પ૬ લાખનો અખાદ્ય ગોળ ઝડપાયો

પોરબંદર તા. ૧૯ :.. એલસીબીના પીએસઆઇ બી. કે. ભારાઇએ માર્કેટીંગ યાર્ડમાં યોગેશ હરદાસ રાણાવાયા અને કમલેશ હરી ઝાલાના કબજાવાળી ગણેશ ટ્રેડીંગ નામની દુકાનમાંથી રૂ. ૧પ૬૭૦૦ નો અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડયો હતો.અખાદ્ય ગોળના રપ કિલોના ૧૮૮ ડબા તેમજ પ કિલોના પ્લાસ્ટિકના ૧૮૦ ડબા મળી આવ્યા હતાં. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. કે. માવદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)