Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જુનીમેંગણી ગામે ગાડુ પુરમા તણાતા બળદનુ મોત

કોટડાસાંગાણી, તા.૧૯: જુની મેંગણી ગામે પુરના પ્રવાહમા બળદગાડુ તણાતા ગ્રામજનો એ ખેડુતને બચાવી લીધો હતો જયારે એક બળદનુ તણાઈ જવાથી મોત થયુ હતુ. વાવડી ગામની સીમ તરફ વાડી ધરાવતા ખેડૂત ચંદુભાઈ જસમતભાઈ ભુતઙ્ગ ત્રણ વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થતાં વાડીએથી ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે ઉપરવાસનુ ગામ સાંગણવા તેમજ ગામમા પડેલા ભારે વરસાદના કારણેઙ્ગ ગામના પાદરે આવેલી નદીમાં પુર આવ્યુ હતુ જેથી પુરના પાણી પુલ પરથી પસાર થયુ હતુ જેમા ખેડૂતે ગામમા આવવા માટે બળદગાડાને પાણીમાં ઉતાર્યું હતું પરંતુ પુરનો પ્રવાહ વધુ હોવાથી ગાડું પાણીમાં તણાવા લાગ્યું હતું ત્યારે પુર જોવા આવેલા ગ્રામજનોએ ખેડુતને અને એક બળદને મહામહેનતે બચાવી લીધા હતા જયારે એક બળદ ઉંડા પાણીમા ગરક થઈ જતા તેમનુ મોત નીપજયુ હતુ.

તસવીર મા મોતને ભેટેલ બળદ અને બળદ ગાડાને બહાર કાઢતા લોકો.

(11:48 am IST)
  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • હવે બે દિવસ વરાપ રહેશેઃ કયાંક છૂટો છવાયો વરસી જાયઃ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતોઃ દરમ્યાન આજે ઘણા દિવસો બાદ રાજકોટ શહેરમાં સવારે સૂર્યનારાયણે દર્શન દીધા છેઃ હવામાન વિભાગ કહે છે હવે બે દિવસ વરાપ જોવા મળશે સિવાય કે એકાદ બે જગ્યાએ હળવો વરસી જાયઃ બે દિવસ બાદ એટલે કે ૨૧મીએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશેઃ જેની અસર સૌરાષ્ટ્રમાં ૨૩-૨૪ જુલાઈના જોવા મળશે access_time 11:36 am IST