Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વાંકાનેર પંથકમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર પેઢી સામે ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને

નાગરીકોના હિતમાં કાનૂની લડત અપાશેઃ પ્રમુખ લાલજીભાઇ મહેતા

મોરબી તા.૧૯ : વાંકનેરમાં કો.ઓપરેટીવ પેઢી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર હોય જેથી આ મામલે ગરીબ અને શ્રમજીવી લોકોની વ્હારે ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થા આવી છે. અને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર સામે કાનુની કાર્યવાહીની ગતિવિધ ી તેજ કરી છે.

વાંકાનેરમાં સનસાઇન હાઇટેક મલ્ટીસ્ટેટીવ એગ્રો એન્ડ ડેરી સોસાયટી લી. દ્વારા કરોડો રૂપિયાનં ફુલેકુ ફેરવવામાં આવ્યું છ અને પાકતી મુદતના પૈસા અને હપ્તા ભરેલ રકમ આપવા પેઢીએ હાથ ઉંચા કરી દીધા છે માસિક હપ્તાના નામે ઉઘરાણા કરીને વિશ્વાસઘાત કરી છેતરપીંડી થઇ છે જેમાં સભાસદોના કહેવા મુજબ એજન્ટો દ્વારા વાંકાનેર અને આસપાસના ગામડાઓમાં લોકોને ભેળવીને કંપનીમાં રોકાણ કરાવ્યું છે જેની મુદત પુરી થતા પૈસાની ઉઘરાણી કરવા જાય તો હાથ ઉંચા કરી હેડ ઓફીસ વડોદરામાં છે તેવા જવાબ આપે છે હાલ કંપનીએ તાળા લટકાવી દીધા છે.

વાંકાનેરમાં એક કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવનાર કંપની સામે કાનુની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યું છે લોકોની મરણમુડી જતી રહી છે અને અસંખ્ય લોકો સાથે થયેલી છેતરપીંડી મામલે ગ્રાહક સુરક્ષા મંડળ નાગરીકોના હિતમાં લડત આપશે તેવું જણાવ્યું છે.

(11:46 am IST)