Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભૂજઃ સૂર્યા ડેવલોપર્સના માલિક ખત્રીની ધરપકડ

ભુજ, તાઃ૧૯,  છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીના કેસ માં ભાગેડુ એવા બિલ્ડર ડેવલોપરની પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ધરપકડ કરીને પોતાનું નાક બચવ્યું છે. ભુજના સૂર્યા ડેવલોપરના માલિકોની વિરુદ્ઘ ૧૭ વોરંટ ઇસ્યુ થયા હતા. ફિરોઝ ખત્રી અને નીરવ વ્યાસે સૂર્યા ડેવલોપરના ઓઠા તળે સેંકડો ગ્રાહકો સાથે સ્કીમ માં હપ્તે હપ્તે પૈસા ભરીને દર મહિને મોટા ઈનામની સાથે પ્લોટ આપવાની લાલચ આપીને ગ્રાહકો પાસેથી ૫ કરોડ જેટલા રૂપિયા ઉદ્યરાવ્યાની ચર્ચા સાથે પોલીસ અને કોર્ટમાં ફરિયાદો થઈ છે.

જોકે કોર્ટની દરમ્યાનગીરી પછી હરકતમાં આવેલ પોલીસે બે પૈકી એક આરોપી બિલ્ડર ફિરોઝ ખત્રીની ધરપકડ કરી છે. સૂર્યા ડેવલોપર દ્વારા મુન્દ્રા તાલુકાના ગુંદાલા, વાંકી સહિત અન્ય ગામો માં પ્લોટની સ્કીમો શરૂ કરાઇ હતી. આ સ્કીમોના પ્લોટની જમીન ખરીદ કર્યા વગર એન.એ. કર્યા વગર માત્ર કાગળ ઉપર જ સેંકડો પ્લોટ બતાવીને પાંચ પાંચ વરસ સુધી ૬૦ હપ્તા ઉદ્યરાવીને મોટી રકમ સૂર્યા ડેવલોપેરે ભેગી કરી લીધી હતી. પોલીસ કાર્યવાહી બાદ સૂર્યા ડેવલોપર ની વિરુદ્ઘ ઠગાઈની ફરિયાદો હજીયે વધશે એવું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ આઈજી ઓફિસની સૂચના બાદ પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી કરી તે કિસ્સો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(11:39 am IST)