Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાજકોટથી રાહત સામગ્રી સાથે સેવાદળ મહુવા-ઉના પંથકમાં: મંગલસિંહની આગેવાની

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં આજે સવારે સેવાદળના કાર્યકરોએ વરસાદથી અસરગ્રસ્ત મહુવા, ઉના પંથકના લોકો માટે કાચી-પાકી રાહત સામગ્રીની ૧૦૦૦ કીટ સાથે પ્રસ્થાન કરેલ. રાજકોટ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કીટ તૈયાર કરવામાં આવી હતી આ પ્રસંગે મંગલસિંહ ઉપરાંત પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા, મંત્રી દિનેશ મકવાણા, જિલ્લા પ્રમુખ હિતેષ વોરા, અગ્રણી સુરેશ બથવાર વગેરે ઉપસ્થિત રહયાં હતા.

(11:39 am IST)
  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST