Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મોજ અને વેણુ ૨ - ડેમ ઓવરફલો થવાની તૈયારી

ઉપલેટા, તા.૧૯: ઉપલેટા શહેરમાં દિવસ દરમિયાન કયારેક ભારે વરસાદ થઇ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જયારે મોસમનો કુલ વરસાદ ૨૪૧ નોંધાયા બાદ તાલુકાના ગામડાઓમાં ભાયાવદર માં ૩૩ મી.મી થતા મોસમનો કુલ વરસાદ ૩૪૩ થયેલ છે અન્ય મોટી પાનેલી ગામે ૫૦ મિ તેમજ ખીરસરા ઘેટીયા મુકામે વરસાદ નોંધાયો છે. ઉપલેટા તાલુકાના બંને ડેમો ઓવરફ્લો થવાની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે તાલુકાના મોજ ડેમ ની સપાટી ૩૯ ૫ ફુટ પાટડી ૪૪ ફૂટની છે જેમાંથી ૩૮. ૩૦ ની જળ સપાટી પાર કરી ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને વેણુ ૨ ડેમ ની સપાટી ૫૫ ફૂટ છે જેમાંથી બાવન પોઇન્ટ ૭૦ ની સપાટી પાર કર્યાના અહેવાલ છે.

(11:36 am IST)