Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભાવનગરમાં આર્થિક સંકડામણથી બ્રાહ્મણ પરિવારનો સામૂહિક આપઘાત

અલંગમાં સ્ક્રેપનો ભાગીદારીથી વ્યવસાય કરતા નિલેશભાઇ ઉપાધ્યાય (ઉ.૩૬), પત્ની હિરલ ઉપાધ્યાય (ઉ.૩૪) અને પુત્ર ભાવિક (ઉ.વ.૮)ના મોતથી અરેરાટી

ભાવનગરઃ બ્રાહ્મણ પરિવારના પતિ-પત્નિ અને પુત્રએ જેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત વહોરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ર વર્ષની પુત્રીનો બચાવ થયો છે અને તે સારવારમાં હોસ્પિટલ ખસેડાયેલ છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર )

ભાવનગરમાં સામૂહિક આપઘાતથી અરેરાટી : ભાવનગર : બ્રાહ્મણ પરિવારના પતિ-પત્ની અને પુત્રએ જેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત વહોરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ર વર્ષની પુત્રીનો બચાવ થયો છે અને તે સારવારમાં હોસ્પિટલ ખસેડાયેલ છે. (તસ્વીર-: મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 ભાવનગર, તા. ૧૯ : ભાવનગર શહેરમાં વિપ્ર વેપારીએ પત્ની અને બાળક સાથે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત વહોરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.  આ બનાવમાં પતિ, પત્ની અને એક બાળક સહિત ત્રણના મોત નિપજયા છે. જયારે બે વર્ષની પુત્રી બચી જવા પામી છે. અને તે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે

આ કરૂણાંતિકાની પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના સીદસર રોડ લીલા સર્કલ નજીક પ્લોટ નં. ૮૩ સત્યમ રેસીડેન્સીમાં રહેતા નિલેશભાઇ હસમુખભાઇ ઉપાધ્યાય ઉ.વ. ૩૬ તેના પત્ની હિરલબેન નિલેશભાઇ ઉપાધ્યાય ઉ.વ.૩૪ અને તેનો પુત્ર ભાવિક ઉ.વ.૮ના ઝેરી દવા પી જતા મોત નિપજયા છે. જયારે પુત્રી મીસરી ઉ.વ.ર ને ઝેરી દવાની અસર થતાં તેને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પરિવાર સાથે સામૂહિક આપઘાત વહોરી લેનારા નિલેશભાઇ ઉપાધ્યાય અલંગનો સ્ક્રેપનો ધંધો કરે છે તે મૂળ તળાજાના . પ્રથમ પાનાથી ચાલુ

ઝાંઝમેર ગામના વતની છે. નિલેશભાઇએ હિરલબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. તેઓ સાંઇબાબાના પરમભકત હતાં અને દરરોજ સાંઇબાબાના મંદિરે નિયમિત દર્શન કરવા જતા હતાં. આપઘાતના બનાવ પાછળ આર્થિક કારણ હોવાનું પોલીસ માની રહી છે. તેઓ અલંગમાં સ્ક્રેપ અને બીલીંગનો ધંધો પણ ભાગીદારીમાં કરતા હોવાનું જાણવા મળેલ છે.

ગઇ મોડી રાત્રે પુત્રી મીસરી ઉ.વ.ર નો રડવાનો અવાજ આવતા આડોશી-પાડોશીને શંકા જતાં તેને રસોડામાં જોય તો મીસરી રડતી હતી અને કોઇએ ઘરનું બારણુ નહિ ખોલતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ઘરનું બારણુ તોડી અંદર પ્રવેશ્યા ત્યારે નિલેશભાઇ તેના પત્ની હિરલબેન અને પુત્ર ભાવિક મૃતહાલતમાં હતાં અને તેની બાજુમાં ઝેરી દવાની શીશી હતી. જયારે બચી ગયેલ પુત્રી મીસરી ઉ.વ.ર રડતી હોય તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ભરતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એમ. ચાવડા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા જ મોડી રાત્રે જીલ્લા પોલીસ વડા પી.એલ. માલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.

વિપ્ર પરિવારના આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે. આ અંગેની વધુ તપાસ ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.

આપઘાત કરતા પહેલા માતા-પિતાને વતન ઝાંઝમેર મોકલી દીધા'તા

ભાવનગર તા. ૧૯ : આપઘાત કરી લેનાર અલંગના વેપારી નિલેશભાઇ ઉપાધ્યાય તેના માતા - પિતા પણ રહેતા હતા પરંતુ આપઘાત કરતા પહેલા તેને માતા - પિતાને વતન ઝાંઝમેર મોકલી દીધા હતા.

માતા-પિતા માફ કરજો, આર્થિક ભીંસથી પગલુ ભરૂ છુઃ નિલેશ ઉપાધ્યાયની સ્યુસાઇડ નોટ જપ્ત

ભાવનગર તા. ૧૯ :.. ભાવનગરમાં ચકચારી વિપ્ર સામુહિક આપઘાત અંગે પોલીસે મરતા પહેલા નિલેશભાઇ ઉપાધ્યાયે લખેલી સુસાઇડ નોટ કબ્જે કરી છે જેમાં તેને આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું છે. ભાવનગરમાં બ્રાહ્મણ પરિવારનાં સામુહિક આપઘાત અંગે તપાસ કરી રહેલા ભરતનગર પોલીસ સ્ટેશનનાં બાહોશ મહિલા પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. ચાવડા એ નિલેશભાઇએ સામુહિક આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઇડ નોટ કબ્જે કરી છે. જેમાં નિલેશભાઇએ જણાવ્યું હતું કે આર્થિક ભીંસથી આ પગલુ ભરેલ છે. અને આ બનાવ માટે તે પોતે જ જવાબદાર છે. નિલેશભાઇ એ આ બનાવ અંગે પોતાના માતા-પિતાની માફી પણ માંગી હોવાનું જાણવા મળેલ છે.

માતા - પિતા અને ભાઇના મૃતદેહો વચ્ચે રડતી હતી અઢી વર્ષની બાળા

ભાવનગરમાં એક કરૂણાંતિંકા બની છે જેમાં એક જ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. સદનસિબે આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે. વેપારી સહિત પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરતા આ વિસ્તારમાં ભારે ખરભરાટ મચી ગઇ હતી. બુધવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક વેપારીના ખિસ્સામાંથી એક ચીઠ્ઠી મળી હતી જેમા આર્થીક સંકળામણના કારણે આ અંતિમ પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

લીલા સર્કલ પાસે સત્યમ રેસીડેન્સી આવેલી છે. જેમાં એક વેપારી પત્ની અને બાળક સાથે રહેતો હતો. સાથે સાથે તે અલંગમાં વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે નીલેશભાઈએ પોતાની પત્ની અને બાળકોને ઝેર પીવડાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. બુધારે મોડી સાંજે ઘરમાં નીલેશભાઈ અને તેની પત્નીએ કોઈ પીણામાં ઝેરી દવા નાખીને પીય લીધા બાદ મોડી રાત સુધી આસપાસના વિસ્તારમાં ખબર પડી ના હતી. પાડોશી દ્વારા સાંજનો દરવાજો નહી ખુલ્યો હોવાનું જાણતા મોડી રાત્રે દરવાજો તોડવામાં આવ્યો તો નાનકડી અઢી વર્ષની મિશ્રી મૃત માતાપિતા અને ભાઈની વચ્ચે રડતી નજરે પડી હતી.માસુમની વચ્ચે સર્જાયેલી કરુણાંતિકાનો ખ્યાલ પડોશીઓને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડીએસપી સહીત ડીવાયએસપી સ્થળ પર જઈને ડોગ સ્કોવોડ,એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી હતી.

વ્યાજખોરોનો ત્રાસ તો નથી ને ?  તે દિશામાં પણ તપાસનો ધમધમાટ

ભાવનગર તા. ૧૯ : મૃતક નીલેશભાઈ પાસેથી એક ચિઠ્ઠી મળી હોવાનું સુત્રોએ જણાવ્યું છે અને આર્થિક સંકડામણમાં નીલેશભાઈ અને તેની પત્નીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે નીલેશભાઈ ઉપધ્યાય અને તેમની પત્ની હિરલબેન અને ૭ વર્ષના ભાવિકના મૃતદેહને પીએમ માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

એક બ્રાહ્મણ પરિવારની બનેલી ઘટનાને પગલે બ્રહ્મ સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. માનવામાં આવે છે કે કયાંક વ્યાજખોરોનું ચક્કર તો નથી ને કયાંક માનસિક ત્રાસ તો નથીને. જો કે પોલીસે હાલ પ્રાથમિક તબક્કે આર્થીક સંકડામણ જાહેર કર્યું છે પણ આગળની તપાસમાં આખરે આર્થિક સંકડામણ પાછળનું કારણ તપાસમાં બહાર આવે તેમ હાલ બ્રહ્મ સમાજ ઈચ્છી રહ્યો છે

એક જ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ડીવાયએસપી, ડીએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જયારે સ્થાનિક લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.

(11:12 am IST)
  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST