Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં સાંજ સુધીમાં એક ઈંચથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો

મોરબીના નગર દરવાજા, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

મોરબી જીલ્લામાં આજે સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં એક ઈંચથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો
આજે મોરબી જીલ્લામાં સવારથી વરસાદ શરુ થયો હતો અને સાંજ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં ૩૬ મીમી, વાંકાનેર તાલુકામાં ૨૯ મીમી, હળવદ તાલુકામાં ૨૪ મીમી, ટંકારા તાલુકામાં ૨૭ મીમી અને માળિયા તાલુકામાં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે
વરસાદને પગલે મોરબીના નગર દરવાજા, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી

(10:26 pm IST)