Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબીના જોધપર નજીક ફેકટરીમાં યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત

મૂળ પશ્ચિમ બંગાળના યુવકે લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

મોરબીના જોધપર નદી ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે
મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હાલ મોરબીના જોધપર નદી ગામની સીમમાં મિલો ટાઈલ્સ કારખાનામાં રહીને મજુરી કરતા નુપુરસિંગ નાથસિંગ (ઉ.વ.૧૮) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

(10:23 pm IST)