Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગ વિષય પર વેબિનાર

ઓઈલ હેલ્થ કાર્ડ યોજના વિષે વિસ્તૃત માહિતી અને સુક્ષ્મ પિયત પદ્ધતિ દ્વારા રાસાયણિક ખાતર આપવા વિષે સમજણ તેમજ સેન્દ્રીય ખાતરની અગત્યતા વિષે જાણકારી ખેડૂતોને અપાઈ

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા રાસાયણિક ખાતરોનો સમતોલ ઉપયોગ વિષય પર વેબિનારનંક આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમના પ્રારંભે હેતલબેન પડસુમ્બીયાએ દરેકનું સ્વાગત કર્યું હતું
   ડો. કે બી આસોદરીયાએ ખેડુતોએ છોડને જરૂરી પોષક તત્વો વિષે વિસ્તૃત માહિતી આપી હતી ડો. એલ સી વેકરીયાએ યોગ્ય સ્ત્રોત, પદ્ધતિ અને સમય દ્વારા ખાતરોનો સમતોલ ઉપયોગ તેમજ ડો. એચ એલ સાકરવાડિયાએ ઓઈલ હેલ્થ કાર્ડ યોજના વિષે વિસ્તૃત માહિતી આપી હતી
ડો. આર એમ સોલંકીએ સુક્ષ્મ પિયત પદ્ધતિ દ્વારા રાસાયણિક ખાતર આપવા વિષે સમજણ આપી તેમજ વી ડી વોરાએ પાક અવશેષોનું વ્યવસ્થાપન વિષય પર સમજણ પૂરી પાડી હતી ડો. ડી એસ હીરપરા, ડો. પી ડી વેકરીયાએ સેન્દ્રીય ખાતરની અગત્યતા વિષે જાણકારી ખેડૂતોને આપી હતી કાર્યક્રમના અંતમા કેન્દ્રના વડા ડો. એલ એલ જીવાણીએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમમાં કુલ ૪૬ ખેડૂતો અને ઓફિસરોએ હાજરી આપી હતી

(10:20 pm IST)