Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી નજીકના મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવનાર યુવતીનો મૃતદેહ મળ્યો

મૃતક યુવતી મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતી બિપાશા હરેશભાઈ શાહ (ઉ.વ.૧૯) હોવાનું ખુલ્યું

મોરબીના આરટીઓ પુલ નજીક શુક્રવારે રાત્રીના સમયે એક યુવતીએ મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવ્યું હોય જે બનાવને પગલે મોરબી અને રાજકોટની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકોની જહેમત બાદ શનિવારે બપોરના સુમારે યુવતીનો મૃતદેહ ફાયર ટીમને હાથ લાગ્યો હતો  
  મોરબીના બાયપાસ આરટીઓ પુલ નજીક એક યુવતીએ ડેમમાં ઝંપલાવ્યું હોય તેવી માહિતી પ્રાપ્ત થતા મોરબી ફાયર ટીમના વસીમભાઈ, સલીમભાઈ, પાતાભાઈ અને દિનેશભાઇ સહિતની ટીમ દ્વારા રાત્રે જ યુવતીને શોધવા સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જોકે અંધકારને પગલે ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું તો સવારે મોરબી તેમજ રાજકોટ ફાયરની ટીમે સંયુક્ત રીતે સર્ચ શરુ કર્યું હતું કલાકો સુધી ફાયર ટીમે શોધખોળ કર્યા બાદ શનિવારે બપોરે યુવતીનો મૃતદેહ ફાયર ટીમને શોધી કાઢવામાં સફળતા મળી હતી મૃતક યુવતી બિપાશા હરેશભાઈ શાહ (ઉ.વ.૧૯) હોવાનું જાણવા મળ્યું છે જે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક રહેતી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તેમજ પ્રાથમિક દ્રષ્ટીએ બનાવ આપઘાતનો હોય જેથી આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(10:16 pm IST)