Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

માળિયાના રાસંગપર ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્નીએ દવા પીધી

પરિણીતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

મોરબી :માળિયા તાલુકાના રાસંગપર ગામની રહેવાસી પરિણીતાને પતિ સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા પરિણીતા દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે
  રાસંગપર ગામની રહેવાસી કિરણબેન જતીનભાઈ (ઉ.વ.૨૪) નામની પરિણીતા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે જે બનાવ અંગે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ માળિયા ગામમાં રહેતા તેના સગાને મળવા જવાનું કહ્યું હોય ત્યારે પતિએ સાંજનો સમય હોય અને રસ્તો સારો ના હોય વરસાદ પડ્યો હોવાથી સવારે જવાનું કહેતા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે

(10:10 pm IST)