Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

માળિયાના નવલખી પોર્ટમાં હત્યા કેસમાં બંને આરોપીના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા

માળિયા તાલુકાના નવલખી પોર્ટ ખાતે હત્યાના બનાવમાં બે આરોપીની ધરપકડ પોલીસે કરી હોય જે બંને આરોપીએ વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હોય બંને આરોપીનો શરતી જામીન પર છુટકારો થયો છે
  માળિયાના નવલખી પોર્ટ ખાતે લોડીંગ કામ સંભાળતા દશરથસિંહ ભગવતસિંહને ગાડી લોડીંગ મામલે માથાકૂટ થતા આરોપીઓ મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા રહે બંને મોટા દહીંસરા માળિયા વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ગુન્હો નોંધીને બંને આરોપીને ઝડપી લઈને જેલહવાલે કર્યા હતા જે ઝડપાયેલા બંને આરોપીઓએ વકીલ જીતુભા જાડેજા મારફત મોરબીના બીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલ જીતુભા જાડેજાએ દલીલો કરી હતી કે આરોપીઓની વ્ય નાની છે જેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને કેસની કાર્યવાહી પૂર્ણ થતા લાંબો સમય લાગે તેમ છે જેથી જામીન મંજુર કરવા જોઈએ જે દલીલોને પગલે મોરબી કોર્ટે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા એમ બંને આરોપીના ૨૫,૦૦૦ ના જામીન તથા તેટલી જ રકમના જાતમુચરકા નીચેની કોર્ટમાં રજુ કર્યે શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે

(10:08 pm IST)