Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

આજે અંજાર, ગાંધીધામ પછી મુન્દ્રામાં ધોધમાર વરસાદ: સમગ્ર કચ્છમાં જામ્યો વરસાદી માહોલ

મુન્દ્રા પંથક બે ઇંચ વરસાદથી થયું પાણી પાણી, અંજારમાં ૫ ઇંચ અને ગાંધીધામમાં ૩ ઈંચ વરસાદ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :આજે બીજે દિવસે કચ્છમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે.  સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી મુન્દ્રા અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં બે ઇંચ વરસાદ સાથે પાણી વહી નીકળ્યા હતા. જોકે, મુન્દ્રાના પત્રકાર રાજ સંઘવીના જણાવ્યા પ્રમાણે મુન્દ્રાના ગ્રામ્ય પંથકમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદના વાવડ છે. જ્યારે અંજાર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ૫ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. તો, ગાંધીધામ પંથકમાં ૩ ઈંચ, ભચાઉ શહેર ઉપરાંત આસપાસના ગામોમાં ૧ ઈંચ, રાપર અને ભુજમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. (સાંજે ૬ વાગ્યા સુધીના વરસાદના આંકડા)

(6:33 pm IST)