Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જામનગરની વિવિધ જ્ઞાતિની વાડીઓના વેરામાં રાહત આપો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ :.. રાજય મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીને જામનગરના વિવિધ જ્ઞાતિઓએ પોતાના સમાજની વાડીઓને સાંપ્રત કોરોના કાળમાં પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ સહિતના વિવિધ ટેક્ષમાં રાહત આપવા રજૂઆત કરેલ છે.

રજૂઆતમાં જણાવ્યું કે જામનગર સહિત સમગ્ર ભારતભરમાં કોરોના મહામારી લીધે લોકડાઉન અને સરકારના નિયમોને આધીન રહીને લોકો સમાજ જ્ઞાતિની વાડી સંસ્થાઓમાં થતા સારા - નરસા પ્રસંગોની ઉજવણી કરતા નથી અથવા બિલકુલ સાદાઇથી કરે છે. આવી સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ, સહિત બધા જ સરકારી ટેક્ષ ભરવા પડે છે.

વળી સરકારના આહવાન સમયે જયારે કોરોના -પીક લેવલ પર હતો ત્યારે બધી જ જ્ઞાતિઓએ પોતાના સમાજની વાડીઓ, છાત્રાલયો સહિત વિવિધ ઇમારતો કોવિડ કેર સેન્ટર, આઇસોલેશન સેન્ટર સહિતની સુવિધાઓ માટે કોઇપણ જ્ઞાતિના ભેદભાવ વગર વ્યવસ્થા માટે ખુલ્લા મૂકી દીધા હતાં.

દરેક જ્ઞાતિ સમાજના લોકોએ દરેક જ્ઞાતિની સંસ્થાઓ વાડીઓ, છાત્રાલયો અને હોલ વગેરેમાં જે કંઇપણ પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને અન્ય સરકારી વેરાઓ સહિતના ટેક્ષમાં માફી આપવા માટે માંગણી કરી છે.

(1:36 pm IST)