Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મહારાષ્ટ્રમાં ત્રીજો વેવ ૨ થી ૪ અઠવાડીયામાં શરૃ થઇ શકે છે : જો રસીકરણ સંતોષકારક નહીં થાય તો ગુજરાતમાં પણ ત્રીજો વેવ દૂર નથી : ડો. કાનાબાર

બ્રિટનમાં બીજો વેવ પુરો થયાના ૪ અઠવાડીયામાં ત્રીજા વેવની શરૃઆત થઇ ચૂકી છે.

અમરેલી,તા. ૧૯: બીજા વેવમાં સંક્રમણનો વ્યાપ અને તેની ભયંકરતાને ખુબજ નજીકથી જોયાં બાદ આજે દરેક વ્યકિતના મનમાં પ્રશ્ન છે કે ત્રીજો વેવ કયારે આવશે ? બીજા વેવની સરખામણીમાં તે કઈ રીતે જુદો હશે ? ત્રીજા વેવને અટકાવવો કે તેમાં સંક્રમણ અને મૃત્યુ પ્રમાણને કાબુમાં રાખવા શકય છે ખરૃં ? આ પ્રશ્નોનો ચોકકસ ઉતર આપતાં પહેલાં વિશ્વભરના મહામારીના નિષ્ણાંતોનું – એપીડેમીયોલોજીસ્ટરો – આ બાબતમાં શું કહેવું છે તે જાણવું ખુબ જ જરૃરી છે.

જોન હોપકીન્સ બ્લુમબર્ગ સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના સિનીયર એપીડેમીયોલોજીસ્ટ અને રીસર્ચ સાયન્ટીસ્ટ બ્રાયન વ્હાલના ભભહિન્દુ દૈનિકભભમાં પ્રકાશિત આર્ટીકલમાં બીજો વેવ આવવા પાછળના પરિબળો અંગે અને ત્રીજા વેવને કઈ રીતે અટકાવી શકાય અથવા મર્યાદિત કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. કોઈપણ મહામારી – એપીડેમીક – માં ર્ર્ચ ફેકટર મહત્વનું છે. 'R' ફેકટર (રીપ્રોડકશન નંબર)નો સાદો અર્થ એક સંક્રમિત વ્યકિત નવા કેટલા લોકોને ઈન્ફેકશન (ચેપ) લગાડે શકે. જો આ ભભઆરભભ ફેકટર ૧ થી વધારે હોય તો તેનો મતલબ ૧ સંક્રમિત દર્દી એક થી વધારે નવા લોકોમાં ઈન્ફેકશન લગાડી શકે છે. જયારે આ'R' ફેકટર ૧ થી વધારે ઉંચો હોય ત્યારે દર્દીઓની સંખ્યા વધતી જાય છે, જે અંતે નવા વેવમાં પરિણામે છે. આ'R'ફેકટર મુખ્યત્વે ૪ બાબતો પર આધાર રાખે છે, ટુંકમાં જેને DOTS થી ઓળખવામાં આવે છે.

૧.   “D” એટલે Duration a person is infectious મતલબ સંક્રમિત વ્યકિત કેટલા સમય સુધી        બીજાને વાયરસ પાસ કરી શકે છે એ સમયગાળો.

ર.   “O” એટલે બ્ppartunities infected person have to speed the infections     અર્થાત સંક્રમિત વ્યકિતને ઈન્ફેકશન ફેલાવવા માટે મળતી તકો.

૩.   “T” એટલે Probability of Transmission  એટલે ઈન્ફેકશન બીજા તંદુરસ્ત વ્યકિતમાં    લાગવાની શકયતાઓ.

૪.   “S” એટલે Average Susceptibility of Population  – ઈન્ફેકશનનો ભોગ બની શકે તેવી શકયતા વાળા લોકોનું કુલ વસ્તીમાં પ્રમાણ.

આ ચારેય પરિબળો 'R' (આર) ફેકટરને ૧ થી ઉપર લઈ જઈ શકે જેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાય જાય છે અને 'વેવ'નું નિર્માણ થાય છે. બીજો વેવ આવ્યો તેની પાછળ આજ પરિબળો વધતે ઓછે અંશે જવાબદાર હતા. બીજા વેવ અગાઉ ડીસેમ્બર–ર૦ર૦ અને જાન્યુઆરી–ર૦ર૧માં થયેલ નેશનલ સીરો સર્વેમાં ફકત રપ પ્ લોકોમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી મળી આવેલ મતલબ કે ૭પ પ્ જેટલી વસ્તી સંક્રમણનો ભોગ બની શકે તેમ હતી. ચુંટણીઓ, કુંભ મેળો અને અન્ય સામાજીક–ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોએ વાયરસને ફેલાવવા માટે તક આપી. જાહેરમાં માસ્ક નહીં પહેરવાની બેદરકારી, સોશીયલ ડીસ્ટન્સના અભાવ જેવા પરિબળોએ વાયરસના ટ્રન્સમીશનની શકયતાઓ વધારી દીધી અને છેલ્લે વાયરસના નવો સ્ટ્રેઈન વધારે ચેપી હોવાથી અને ઝડપથી ફેફસા પર એટેક કરતો હોવાને કારણે છેલ્લું પરિબળ – દર્દી ચેપી હોય તે સમયગાળો – પણ લાંબો થયો. આમ આ ચારેય પરિબળો 'R'(આર) ફેકટરની વેલ્યુ ૧ થી વધુ કરવામાં સફળ રહયા અને પરિણામે બીજા વેવનું નિર્માણ થયું.

આજે બીજો વેવ લગભગ ઓસરી ચુકયો છે પણ'R'ફેકટરની વેલ્યુ ૧ ઉપર લઈ જઈ શકે તેવા ઉપર વર્ણવેલા ચારેય પરિબળો હજુ હાજર છે અને સક્રિય પણ છે. રસીકરણની ઝડપ હજુ અપુરતી છે અને આજે પણ ૧ ડોઝ લેનારાંની સંખ્યા માત્ર ર૭% આજુબાજુ છે જયારે બન્ને ડોઝ લેનારનું પ્રમાણ તો પપ્ થી પણ નીચું છે. મતલબ કે વસ્તીનો મોટો ભાગ આજે પણ કોરોનાના નવા સંક્રમણથી સુરક્ષિત નથી. ભારતના લગભગ બધા જ શહેરોમાં માર્કેટો અને મોલમાં લોકોની અવરજવર નિરંકુશ છે. માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવાની બાબતમાં પણ ખુબ બેદરકારી છે. આ બધા પરિબળોને ઘ્યાનમાં લઈએ તો કહી શકાય કે ત્રીજો વેવ ચોકકસ આવી શકે છે.

અત્યાર સુધી દુનિયાના અન્ય દેશોનો અનુભવ છે તે પ્રમાણે બીજા અને ત્રીજા વેવના પીક વચ્ચેનો સમયગાળો લગભગ ૧૦૦ દિવસનો હોય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો બીજો વેવ પુરો થયાના ૮ અઠવાડીયામાં ત્રીજો વેવનો પીક આવતો હોય છે. વિશ્વના બીજા દેશોમાં ઉભી થયેલ પરિસ્થિતિના અભ્યાસ પરથી માલુમ પડયુ છે કે, પ્રથમ વેવ કરતાં બીજો વેવ લગભગ પ.ર ગણો તીવ્ર હોય છે. (ભારતમાં બીજો વેવ પ્રથમ વેવની સરખામણીમાં ૪.૩ ગણો વધારે હતો) અને બીજા વેવ કરતાં ત્રીજો ૧.૮ ગણો વધારે તીવ્ર હોય છે. બ્રિટનમાં બીજો વેવ પુરો થયાના ૪ અઠવાડીયામાં ત્રીજા વેવની શરૃઆત થઈ ચુકી છે. ફ્રાન્સ, ઈટાલી, બ્રાઝિલ જેવા યુરોપના દેશો ત્રીજા વેવનો દુખદ અનુભવથી પસાર થઈ ચુકયા છે. ત્રીજો વેવ સરેરાશ ૯૮ દિવસ ચાલે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે મહારાષ્ટ્રમાં આગામી ર થી ૪ સપ્તાહમાં ત્રીજો વેવ શરૃ થઈ શકે છે.

ગુજરાત પણ આમાથી બાકાત રહેશે કે નહીં તે શંકાનો વિષય છે. સદ્ભાગ્યે ગુજરાતમાં સરકારની સક્રિયતાને કારણે વસ્તીના પ્રમાણમાં રસીકરણની બાબતમાં ગુજરાત દેશમાં આગળ છે. વિજયભાઈ રૃપાણીની સરકારે ત્રીજા વેવને અનુલક્ષીને ઘણીબધી આગોતરી તૈયારી કરી છે. જો ત્રીજો વેવ સંક્રમણની દ્રષ્ટિએ બીજા વેવ કરતાં ૧.૮ ગણો આવે તો ગુજરાતમાં અને દેશમાં ખુબજ ગંભીર પરિસ્થિતિ ઉભી થશે. ત્રીજા વેવમાંથી બચી જઈએ પણ પ્રાર્થના સિવાય પણ લોકોએ રસીકરણની બાબતમાં, માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરવાની બાબતમાં, મોટા સમારંભો અને કાર્યક્રમો ટાળવાની બાબતમાં ગંભીર થવું પડશે. અન્યથા બીજા વેવ કરતાં પણ વધુ ભયાનક ત્રીજા વેવનો સામનો કરવો પડશે અને બીજા વેવની જેમજ સ્વજનો, સબંધીઓ અને મિત્રો ગુમાવવાનો સમય આવશે. અમરેલી જીલ્લામાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ હજી નોંધપાત્ર સુધારો થયો નથી. ઓકિસજનની જરૃરિયાતના રપ% જેટલી જ સુવિધા આપણે જીલ્લામાં ઉભી કરી શકયા છે. બીજા વેવમાં અમરેલી જીલ્લાએ ઘણી ખુવારી વેઠી છે. હજુ પણ જીલ્લામાં ઉભી થનાર સંભવિત અછત અને અભાવને દૂર કરવાની દિશામાં ખાસ કશું થયું નથી. અમરેલીના સામાજીક, રાજકીય અને તબીબી ક્ષેત્રના આગેવાનો સાથે મળી આ બાબતમાં ગંભીરતાથી વિચારે એ અનિવાર્ય બન્યું છે. તેમ ડો. ભરત કાનાબારે  એક વિસ્તૃત નિવેદનમાં ચિંતા વ્યકત કરતા જણાવ્યું છે.

(1:29 pm IST)