Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પોરબંદરમાં સવારે ૧ કલાકમાં ૧ ઈંચ

રાણાવાવમાં છાંટાઃ ખંભાળા જળાશય ઉપર ઝાપટુઃ દરિયાના પાણીમાં કરન્ટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯ :. આજે સવારે ૧૦.૩૦ પછી શરૃ થયેલ જોરદાર ઝાપટારૃપે વરસાદ એક કલાકમાં ૨૯ મી.મી. વરસી ગયો હતો. ખંભાળા જળાશયમાં સવારે હળવુ ઝાપટુ વરસી ગયુ હતુ. રાણાવાવમાં છાંટા પડયા હતા.

આજે સવારે પોરબંદરમાં જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસી જતા ૧ કલાકમાં ૧ ઈંચ (૨૯ મી.મી.) વરસી ગયો હતો. વરસાદ બાદ પણ બફારો ચાલુ રહેલ છે. ખંભાળા જળાશયમાં આજે સવારે હળવુ ઝાપટુ વરસી ગયુ હતું. રાણાવાવમાં સવારે છાંટા પડયા હતા. કુતિયાણામાં ગઈકાલે સાંજે ઝાપટા બાદ આજે સવારે ધૂપછાંવ વાતાવરણ છે.

દરિયાના પાણીમાં પુનઃ કરન્ટ શરૃ થયેલ છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૪.૪ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ૨૮.૪ સે.ગ્રે., ભેજ ૬૮ ટકા, હવાનું દબાણ ૧૦૦૩.૬ એચ.પી.એ., સૂર્યોદય ૬.૯ તથા સૂર્યાસ્ત ૭.૧ મીનીટે ખંભાળા જળાશય સપાટી ૨૩.૫ ફુટ તથા ફોદાળા જળાશય ૨૦.૧૦ ફૂટ.

(1:28 pm IST)