Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રણજીતગઢ અને કમળાપુરની વાડીમાં દરોડો : જુગાર રમતા ૧૭ ઝડપાયા

 આટકોટ,તા.૧૯ : ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા  ગોંડલ ડીવી  સી.પી.આઇ. કે.જે.રાણાના માર્ગદર્શન હેઠળ  ભાડલા પો.હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા તથા લોકરક્ષક મહવીરભાઇ બોરીચાને  મળેલ બાતમીથી  રણજીતગઢ ગામની સીમમાં જીજ્ઞેશભાઇ પરસોતમભાઇ સોલંકી રહે.વિરપર (ભા)   ખેતીની જમીનના  મકાને જુગારનો અખાડો ચલાવતો હોય જે  આધારે પો.હેડ.કોન્સ.અશ્વિનભાઇ માલકિયા તથા લોકરક્ષક લાલજીભાઇ તલસાણીયા તથા ઉદયભાઇ ધાધલ તથા સંજયભાઇ રાજપરા એ (૧) જીજ્ઞેશભાઇ પરસોતમભાઇ સોલંકી (૨) અરવિંદભાઇ લઘરાભાઇ સોલંકી  (૩) ભરતભાઇ રત્નાભાઇ સાકળીયા  (૪) રસીકભાઇ મોહનભાઇ ગોહીલ  (૫) મેઘાભાઇ મગનભાઇ સોલંકી  (૬) મુકેશભાઇ બચુભાઇ સોલંકી  (૭) મહિપતભાઇ ચોથાભાઇ પરમાર  (૮) બચુભાઇ રૃપાભાઇ ઝાલા  (૯) અશોકભાઇ રાઘવભાઇ સાકળીયા  રહે. નં(૧) થી નં.(૩) તથા નં.(૫) થી નં.(૭)વિરપર(ભા)    તથા નં.(૪) રહે.જસદણ તા.જસદણ તથા નં.(૮) રહે.રાજાવડલા (જામ)  તથા નં.(૯) રહે. બરવાળાને રોકડ રૃ.૫૭,૩૩૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૯ કિ.રૃ.૪૨,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ ૦૨ તથા ઇક્કો કાર નંગ-૦૧ કિ.રૃ.૨,૬૦,૦૦૦/-  મળી કુલ મુદામાલ કિ. રૃ.૩,૫૯,૮૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.  

આ ઉપરાંત કમળાપુર ગામની સીમ કમળાપુર-પારેવાળા રોડ કાનજીભાઇ મીઠાભાઇ આંધાણીની વાડીએથી જુગાર રમતા (૧) રમેશભાઇ ઉર્ફે મખો -વિણભાઇ એધાણી રહે.કમળાપુર (૨) રમેશભાઇ કેશાભાઇ રાઘવાણી (૩) ગોરધનભાઇ ગાંડાભાઇ વાંઘાણી  (૪) રવીભાઇ ધીરૃભાઇ ગાબુ રહે,કમળાપુર (૫) ભાદાભાઇ રત્નાભાઇ મેટાળીયા રહે.દહીસરા (૬) વિજયભાઇ હરેશભાઇ મેવાસીયા રહે.પારેવાળા  (૭) વનરાજભાઇ ધનજીભાઇ મકવાણા રહે.પારેવાળા  (૮) રણધીરભાઇ લાભુભાઇ હેરભા રહે.કડુકાને પકડી રૃ.૬૪,૦૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.  આ કામગીરી પો.સબ.ઈન્સ. એચ.ડી. હિંગરોજા એ કરી હતી.

(1:25 pm IST)