Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ગોંડલ મર્કન્ટાઇલ કો-ઓપ સોસાયટી દ્વારા ચુનો લગાવનારાં ત્રણ એજન્ટો સામે પોલીસમાં ફરિયાદ : એજન્ટોએ સોસાયટીના નામે કરી લાખોની છેતરપીંડી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯: ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો-ઓપ સોસાયટી લી.માં બચત એજન્ટ તરીકે કામ કરી રહેલાં એજન્ટનું કોરોના માં મૃત્યુ થયાં બાદ મોટા ભાગના બચતકારોનાં પૈસા કો-ઓપ.સોસાયટીમાં જમા થવાંને બદલે બારોબાર પગ કરી ગયા હોય બચતકારો સાથે લાખો રૃપિયા ની છેતરપીંડી થયાંની વિગતો સાથે મર્કન્ટાઇલ ક્રેડીટ કો-ઓપ.સોસાયટી નાં મેનેજર દિપકભાઇ સોરઠીયાઙ્ગ દ્વારા સીટી પોલીસ માંઙ્ગ છેતરપીંડી કરનાર ત્રણ શખ્સોઙ્ગ અનિલ ઘુસાભાઇ ભાલાળા,દિનેશ ઘુસાભાઇ ભાલાળા તથાં ગુજરનાર કેતન ઘુસાભાઇ ભાલાળા સામે બેંક તથાં ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા અંગે આઇપીસી ૪૦૯,૪૦૬,૪૨૦ સહિત ફરીયાદ લેવાં અરજી કરી છે.

જેમાં જણાવાયું છે કે આ ત્રણેય શખ્સોએ એકસંપ કરી અનિલ ઘઘ્ુસાભાઇ ભાલાળા એજન્ટ હોવાથી દૈનિક બચતની પાસબુક મેળવી મેળાપીપણું કરી ફિકસ ડીપોઝીટનાં નામે નાણાં ઉઘરાવી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી છે.વધુમાં સોસાયટીની રકમ ની ઉચાપત કરી પાસબુક માં ખોટી એન્ટ્રી કરી ખોટા દસ્તાવેજ બનાવી આર્થીક કૌભાંડ આચરેલ છે.

સોસાયટી દ્વારા સ્પષ્ટ કરાયું છે કે એજન્ટો ને ફકત દૈનિક અને માસીક બચત ની રકમ સ્વિકારવાનો અધિકાર અપાયો છે.ફિકસ ડીપોઝીટ અંગે અધિકાર અપાયાં નથી.એજન્ટો દ્વારા કરાયેલ કારસ્તાન અંગે સોસાયટી જવાબદાર નથી.સોસાયટી ની કામગીરી છેલ્લાં ૨૧ વર્ષથી વિશ્વનિયતાથી ચાલી રહી છે.ત્યારે કેટલાક તત્વો દ્વારા ઇમેજ બગડે તે પ્રકારે સાજીસ થઇ રહ્યાનું જણાવાયું હતું.

(12:28 pm IST)