Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

હળવદ તાલુકા પંચાયતમાં વરણી

(દિપક જાની દ્વારા) હળવદ તા.૧૯ : તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટમાથીઙ્ગ ૧૬ સીટો ભાજપે કબજે કરી તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો હતો જેથી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ન્યાય સમિતિના ચેરમેન,કારોબારી ચેરમેનની નિમણૂક બાકી હોય જેની આજે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે માલણીયાદ તાલુકા પંચાયતની બેઠક પરથી વિજેતા થયેલ મનસુખ ભાઈ કણજરીયા ની નિમણૂક કરવામાં આવી છે જયારે ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઘનશ્યામપુર તાલુકા પંચાયતની બેઠકના સદસ્ય નીરૃબેનની પસંદગી કરવામાં આવી છે.

આ તકે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એ.એમ સાંદ્યાણી, તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયાર,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો તેમજ હળવદ ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

(12:21 pm IST)