Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઉનાના પાતાપુરની યુવતીને લગ્નની લાલચ આપીને યુવાને દુષ્કર્મ ગુજારીને ધમકી આપી

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૯ :. તાલુકાના પાતાપુર ગામે ૨૦ વર્ષની યુવતીને તે જ ગામના યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરી લગ્ન કરવાની ના પાડી, જાતિ પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકીની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ઉના તાલુકાના પાતાપુર ગામે રહેતા ૨૦ વર્ષની યુવતીને તે જ ગામનો ગંભીર જીણાભાઈ ભાલીયા રે. પાતાપુર છેલ્લા પાંચ માસથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભાયા પાતાપુર ગામની વાડી વિસ્તારમાં લઈ જઈ યુવતીની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધી અને યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવાન ઉશ્કેરાઈ જઈ શારીરિક-માનસિક ત્રાસ આપી જાતિ પ્રત્યે હડધુત કરી અને જો કોઈને વાત કરીશ તો મારી નાખવાની ધમકી આપતા યુવતી તથા તેનો પરિવાર ઉના પોલીસ સ્ટેશને આવી યુવતીએ ગંભીર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી બાંભણીયા કરી રહ્યા છે. યુવતીને દવાખાને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી છે.

(12:17 pm IST)