Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

૪૯ વર્ષ થયા લીઝ રીન્યુ થઇ ન હોય અગરિયાઓને સહાય જ નહી મળે !

આઝાદીના ૭૪ વર્ષે પણ રણ વિસ્તારનો કોઇ સર્વે થયો નથી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૯ : રાજય સરકારે તાઉતે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને ૧૦ એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકશાનમાં પ્રતિ એકર રૃ. ૩૦૦૦દ્ગક સહાય આપવાની જાહેરાત કરી સંવેદના બતાવી છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાદ્યોડા, ઝીંઝુવાડા કે ધ્રાંગધ્રાના કૂડા રણમાં મીઠું પકવતા ૩૫૦૦ અગરિયા પરિવારો સહિત ગુજરાતનાં ૫ જિલ્લા, ૮ તાલુકા અને ૧૦૯ ગામના ૪૨૫૦૦ અગરિયાને (૮૫૦૦ અગરિયા પરિવાર) આ સહાયનો લાભ નહીં મેળવી શકે એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે.

કારણ કે આ તમામ અગરિયાઓની લીઝ રાજય સરકારે દ્યૂડખર અભયારણ્યના પ્રશ્ને સને ૧૯૭૨દ્મક રિન્યૂ કરી નથી. માટે સંવેદનશીલ સરકારની વેરાન રણમાં મીઠું પકવતા અગરિયાને તાઉતે વાવાઝોડાની સહાયની યોજના એક મજાક સમાન અને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવવા સમાન બની રહવાનો ગોઝારો દ્યાટ સર્જાયો છે. આઝાદીના ૭૪ વર્ષ પછી પણ રાજય સરકાર મુજબ આ સમગ્ર રણ વિસ્તારનો કોઇ સરવે થયેલો નથી. આથી આ વિસ્તારનો કોઇ સરવે નંબર જ નથી.

સરવે નંબર ઝીરો તરીકે ઓળખાતા આ વિસ્તારનું બધુ જ શૂન્ય. ભારતીય બંધારણથી અપાયેલા નાગરિક મૂળભૂત અધિકારો પણ. ૫૦૦૦ ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતું કચ્છનું નાનું રણ એવો ગુજરાત અને દેશનો એકમાત્ર પ્રદેશ છે, કે જેનો કયારેય સરવે હાથ ધરાયો જ નહોતો. સરકારના ધ્યાન પર લાવતાં, આ વિસ્તારનો એરિયલ સરવે કરી તેને આઝાદી પછી પહેલી વાર સરકારે સરવે નંબર ઝીરો - આપ્યો. અહીં સ્થળાંતર કરતા અગરિયા ખારાદ્યોડા રણમાં હોય કે પછી માળિયા હરીપર વિસ્તાર હોય બધાને એક જ સરવે નંબર શ્ન૦લૃ લાગુ પડે છે.

આ સમગ્ર વિસ્તાર અન-સરવે લેન્ડ હોવાથી અને કોઇ પણ રેવન્યુ વિલેજની હદ-હુકુમતમાં આવતી ના હોવાથી પાંચેય જીલ્લાના એક પણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. જે જમીનનો જ કોઇ સરવે ન થયો હોય, કોઇ ૭/૧૨દ્ગટ ઉતારો નિકળતો હોય ત્યાં અગરિયાના પાટાનો સરવે કોણ કરવાનું હતું ?

૧૦ એકરમાં મીઠું પકવતા અગરિયાઓ સદીઓથી રણમાં મીઠું પકવતા આવ્યા છે. તેમને રણમાં મીઠું પકવવાના પરંપરાગત અધિકારો બને છે. વળતર મેળવવા માટે તેમની પાસે લીઝ હોવી જરૃરી નથી. આ સ્પષ્ટતા અગરિયાઓને વળતર ચૂકવવાના પરિપત્રમાં કરવી જરૃરી બને છે. જો આવી સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો અગરિયાઓને કોઈ વળતર મળશે નહીં. ૂ હરણેશભાઇ પંડ્યા, અગરિયા હિત રક્ષક મંચ

સરકારે અગરિયા ચોપડી અને મીઠાના પાટાના આધારે અગરિયાઓને સોલાર પેનલ માટે ૮૦ ટકા સબસીડી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરોએ અગરિયા અને સોલાર સપ્લાયરોની વિસ્તારવાર બેઠકો બોલાવી આગરિયાઓને તૂટેલી પેનલોનું રિપ્લેસમેન્ટ મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ સોલાર સપ્લાયર સહકાર ના આપે તો લાઈફ ટાઈમ બ્લેક-લિસ્ટ કરવા જોઈએ. વળતરની જાહેરાતમાં મીઠાનું નુકસાન અને સોલર પેનલનું નુકસાન અલગથી વળતર માટે જણાવવું જોઈએ.

(12:14 pm IST)