Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ભાવનગરમાં ૧ કેસ, ૪ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર તા.૧૯ : જિલ્લામા ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૨૧,૩૮૭ થવા પામી છે. જેમા શહેરી વિસ્‍તારમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.મહાનગરપાલિકા વિસ્‍તારમા ૧ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૭ કેસ પૈકી હાલ ૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૪ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:50 am IST)