Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

શાળાના પ્રિન્સિપાલે પોતાના પુત્રને સરકારી શાળામાં મુક્યો: માતા પિતા બંને સરકારી શાળાના છે શિક્ષક

ધોરાજી તાલુકાના શાળા નંબર 2ના આચાર્યએ સમાજમાં દાખલો બેસાડ્યો : મોંઘીદાટ શાળમાં ભણાવવાને બદલે સરકારી સ્કૂલમાં એડમિશન

ધોરાજી : આજના સમયમાં સરકારી શાળાને નિમ્ન ગણવામાં આવે છે. અને સરકારી શાળામાં શિક્ષણ ખૂબ નબળું હોય તેવું લોકો માનતા હોય છે. ત્યારે એક શિક્ષકે પોતાના પુત્રને સલ્મ વિસ્તારની સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી નવો રાહ ચીધ્યો છે.

  ધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલા ધોરાજી તાલુકાના શાળા નંબર 2માં નિલેશભાઈ મકવાણા પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. અને તેમના પત્ની ઉપલેટા તાલુકામાં નોકરી કરે છે. આ પરિવાર પૈસા ટકે સુખી છે. જેથી તેઓ પોતાના દીકરાને અભ્યાસ માટે ખાનગી શાળામાં મૂકી શકે છે. પરંતુ નિલેશભાઈએ પોતાના દિકરાને અભ્યાસ માટે સરકારી શાળામાં મૂકીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

આમ એક સરકારી કર્મચારી અને શિક્ષકે પોતાના પુત્રને મોટી ફી ભરીને ખાનગી શાળામાં અભ્યાસ કરવવાના બદલે સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકીને ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું છે.

સરકારી શાળાઓમાં અભ્યાસ સારો નથી હોતો. સરકારી શાળા ઉતરતી કક્ષાની હોય છે. આવા અનેક ભ્રમ નિલેશભાઈ અને તેની પત્નીએ પોતના દીકરાને સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી તોડી નાખ્યા છે. અને એક મેસેજ આપ્યો છે કે સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળે છે.

(10:52 pm IST)