Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબીના પીપળી નજીક હોસ્ટેલમાં બોલાવી ત્રણ શખ્સોએ વૃદ્ધને માર માર્યાની ફરિયાદ

સમાજના હક માટે અરજીઓ કરનાર વૃદ્ધને ત્રણ શખ્શોએ હોસ્ટેલમાં લઇ જઈને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક સમાજના હક માટે અરજીઓ કરનાર વૃદ્ધને ત્રણ શખ્શોએ હોસ્ટેલમાં લઇ જઈને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
  મોરબીના નવી પીપળી ગામના રહેવાસી ગૌતમભાઈ આંબલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ ના રોજ સાંજના તે પીપળી પાવર હાઉસ નજીક હોય ત્યારે આરોપી કેશુભાઈ મોતીભાઈ, જેન્તીભાઈ અને માધવજીભાઈ કુંડારિયા એમ ત્રણ ઇસમોએ તેને માર માર્યો હતો જેમાં હોસ્ટેલવાળા જેન્તીભાઈએ તેને બોલાવ્યા હતા અને ત્યાં માધવજીભાઈ કુંડારિયા અને પૂર્વ સરપંચ કેશુભાઈ મોતીભાઈ હાજર હોય જેને હોસ્ટેલની રૂમમાં લઇ જઈને અવારનવાર હોસ્ટેલ બાબતે તેમજ સરકારી ખરાબા બાબતે અરજી કરે છે કહીને પ્લાસ્ટિક પાઈપ વડે માર મારી તથા જાતી પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી અને ગામમાં રેવા નહિ દઈએ કહીને ધમકી આપી હતી જેને પગલે તેને ઈજા થતા સારવાર લીધી હતી અને સમાધાનની વાત ચાલુ હોય જે સમાધાન ના થતા આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(9:32 pm IST)