Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી જીલ્લાના હળવદ અને માળિયા પંથકમાં વરસાદી માહોલ : અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા

મોરબી : મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે મોરબી જીલ્લાના માળિયા અને હળવદ તાલુકામાં વરસાદ વરસ્યો હતો
   સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં ૧૯ મીમી અને માળિયા તાલુકામાં ૦૭ મીમી વરસાદ નોંધાયો છે તો અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જોકે સરકારી ચોપડે વરસાદ નોંધાયો નથી આજે માળિયા તાલુકાના વેણાસર, વેજલપર, ખાખરેચી, ઘાંટીલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો હળવદ શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો મોરબી શહેરમાં પણ સવારે એક વરસાદી ઝાપટું વરસ્યું હતું

(9:33 pm IST)