Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મોરબીના પોશ વિસ્તારની સરકારી જમીન વેચવાનું કારસ્તાન : કમલેશ બોપલીયા સામે ગુનો નોંધાયો

રવાપર ગામના સરકારી ખરાબાના બે સર્વ નંબરની જમીનમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી વેચાણ કરવાનો ઇરાદો હતો : રેવન્યુ વિભાગે ભાંડો ફૂટયો

મોરબી, તા. ૧૯ : મોરબીના પોશ વિસ્તાર રવાપર ગામના સરકારી ખરાબાની જમીન વેચવાના કારસ્તાનનો રેવન્યુ વિભાગે પદાર્ફાશ કરી બોગસ ડોકયુમેન્ટ ઉભા કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ કરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના નાયબ મામલતદાર ઉમરભાઇ સુમરાએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ગત તારીખ ર૩-૧૦-ર૦૧૮ થી ૭-૪-ર૦૧૯ દરમિયાન રવાપર ગામ રહેતા કમલેશ રામજીભાઇ બોપલિયા નામના શખ્સે રવાપર ગામમાં આવેલ સર્વે નંબર પ૬,પ૮ જે સરકારી ખરાબા છે તેના નવી શરતના બકાગળોને જુની શરતમાં ફેરવી તેમાં સબંધીત અધિકારીના ખોટા સહી સિક્કા કરી તેને વેચવાના ઇરાદે બનાવાયા હતાં. રેવન્યુ વિભાગને આ બાબતે ધ્યાને આવતા એની તપાસણી કરતા તેનો કમલેશ નામના શખસે આ બધું આર્થિક લાભ માટે કરેલું હોય જેથી નાયબ મામલતદાર તે શખ્સ વિરૂદ્ધ બી-ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ પી.આઇ. આઇ.એમ. કોઢિયા ચલાવી રહ્યા છે.

(3:17 pm IST)