Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

આતંકવાદી હુમલાને કેવી રીતે ઉકેલી શકાય ? : સુરક્ષાની ચકાસણી માટે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાડીનારમાં મોકડ્રીલ

ખંભાળીયા : હાલના પ્રવર્તમાન સંજોગો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બનતા આતંકવાદી બનાવોને ધ્યાને લઇ અત્રેનો દેવભૂમિ દ્વારકા જીલ્લો ભારતની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ છે અને પાકિસ્તાન દરિયાઇ માર્ગેથી નજીક છે. નજીકના ભૂતકાળમાં ભારતમાં અલગ-અલગ જગ્યાએ થયેલ આતંકવાદી હુમલાઓ તથા હાલના પ્રવર્તમાન સંજોગો અને સિસ્ટર એજન્સીઓ દ્વારા મળતા ઇનપુટી તથા આતંકવાદી હુમલાના એલર્ટને ધ્યાને લઇ સુરક્ષાની ચકાસણી કરવા 'ન્યારા એનર્જી લી-વાડિનાર' ઉપર આતંકવાદી હુમલો થવાની સંભાવના હોય જેથી તકેદારીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની સૂચનાથી પ્રો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલના માર્ગદર્શન મુજબ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. હેરભા, પોલીસ સબ ઇન્સ્પેકટર એ.ડી. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.જી. ગુર્જર તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા તા. ૧૮ના કલાક ૯-૩પ્ વાગ્યાથી કલાક ૧૧-૪૦ વાગ્યા દરમ્યાન ન્યારા એનર્જી લી-વાડીનાર ખાતે સુરક્ષા વ્યવસ્થા ચકાસવા તેમજ સંભવિત આતંકી હુમલાને પહોંચી વળવા મોકડ્રીલ ઓપરેશન મેઘઘનુષનું આયોજન કરવામાં આવેલ જેમાં નીચે મુજબની કાર્યવાહી કરેલ હતી.  'ન્યારા એનર્જી લી. વાડિનાર' ખાતે બે આતંકવાદી કંપની બહારથી કંપનીની ગાડી કબ્જે કરી લઇ મેઇન ગેઇટના સિકયુરીટી અધિકારીને ગાડીમાં બેસાડી ગનપટ્ટી ઉપર ગન રાખી ન્યારા રીફાઇનરી તરફ ગાડી હંકારી લઇ જતા હોય તે દરમ્યાન સિકયુરીટી કન્ટ્રોલને જાણ થતાં રોડ ઉપર બોલાર્ડ ખોલી દેતા ત્યાં આતંકીવાદી ગાડી છોડી દઇ પશ્ચિમ તરફ દોડીને પ્રથમ હેલીપેડ પાસ કરી બગીચામાંથી થઇ એડમિન બિલ્ડીંગમાં એચ.આર. હેડની ચેમ્બરમાં ઘુસી જઇ એચ.આર.ના અધિકારીને બંધક બનાવેલ અને બંધક અધિકારી મારફતે ન્યારા એનર્જી લી. વાડિનારના સિકયુરીટી કંટ્રોલરૂમને જાણ કરેલ અને સિકયુરીટી કન્ટ્રોલને જાણ જતાં તમામ સિકયુરીટીને એલર્ટ કરેલ અને બાદમાં બંધક બનાવેલ અધિકારીઓ મારફતે આતંકવાદીઓએ કન્ટ્રોલરૂમનો સંપર્ક કરેલ અને ભાગી જવા માટે હેલીકોપ્ટરની માંગણી કરેલ તથા જેલમાં બંધ આતંકવાદીને જેલમાંથી મુકત કરવાની અને એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી અન્યથા તેઓની પાસે રહેલ વિસ્ફોટકોથી બાજુમાં આવેલ સી.ડી.યુ. પ્લાન્ટને બોમ્બથી બોમ્બ બ્લાસ્ટ કરી ન્યારા એનર્જી લી. વાડિનાર પ્લાન્ટને ઉડાવી દેવાની તેમજ મોટી જાનહાની કરવાની ધમકી આપેલ હતી. ટાઇગર અને લાયન એટેકિંગ પાર્ટી સમય સુચકતા વાપરી ઇશારો થતા બંન્ને પાર્ટી એક સાથે આતંકવાદીઓ ઉપર હુમલો કરેલ અને એક આતંકવાદી ઠાર કરી અન્ય એક જીવીત બોમ્બર/ાતંકવાદીને સેફ હાઉસ ખાતે લઇ જઇ પૂછપરછ કરવામાં આવેલ અને વધુ વિગતો મેળવવામાં આવેલ. ઓપરેશન મેઘ ધનુષ પૂર્ણ થતા તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ સિકયુરીટી સ્ટાફ ડી-બ્રિફીંગ માટે કોન્ફરન્સ હોલ ખાતે એકઠા થયેલ તથા કોન્ફરન્સ વાળી જગ્યાએ સુપરવિઝન અધિકારીશ્રીને રીપોર્ટ કરેલ અને સુપરવિઝન અધિકારીશ્રીઓએ ઓપરેશન દરમ્યાન જણાયેલ ખામીઓ ચર્ચાઓ કરી ભવિષ્યમાં સંભવિત આતંકવાદી હુમલાને પહોંચી વળવા તથા મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માહિતીની આપ-લે કરવામાં આવી. સમગ્ર મોકડ્રીલની કાર્યવાહીમાં પ્રો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ, એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.આર. હેરભા, પોલીસ સબ ઇન્સપેકટર એ.ડી. પરમાર, પોલીસ સબ ઇન્સપેકટર વાય.જી. ગુર્જર તથા એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા સ્ટાફ, સ્ટેટ આઇ.બી.ના અધિકારીશ્રી બી.ડી.ડી.એસ. ટીમ, વાડિનાર પોલીસ સ્ટાફ, ખંભાળીયા પોલીસ સ્ટાફ તથા ન્યારા એનર્જી લી-વાડિનારના સિકયુરીટીના સિનિયર અધિકારી (રીટાયર્ડ સૈન્ય અધિકારી) તથા સ્ટાફ વિગેરે જોડાયેલ હતાં. (તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા

(1:09 pm IST)