Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભારતીય બનાવટનો પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ પકડી પાડતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ

જુનાગઢ, તા., ૧૯: રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી. ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા એ ડીવી પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એ.વાળાના માર્ગદર્શન હેઠળ દારૂ તથા જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા એ ડીવી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. જે.એચ.કછોટ સા. તથા પો.હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ જુંજીયા તથા પો.હેઙકોન્સ.કેશવભાઇ મંગાભાઇ તથા પો.કોન્સ. ભરતભાઇ આણંદભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા ભુપતસિંહ ડોલરસિંહ તથા પો.કોન્સ. અનકભાઇ ભીખુભાઇ તથા ભોશભાઇ કેશવભાઇ તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો જુનાગઢ પ્રદીપ પોલીસ ચોકી હાજર હતા. દરમ્યાન બાતમી રાહે બાતમી હકીકત મળેલ કે જુનાગઢ પ્રદીપ ખાડીયામાં રહેતો કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઇ સોલંકીએ તેના ઘરે ઇંગ્લીશ દારૂની પેઢીઓ સંતાળી રાખેેલ છે અને હાલ તેના ઘરે માલ પડેલ છે તેવી હકીકત મળતા પંચો સાથે બાતમીવાળા જગ્યાએ જઇ પ્રોહી. અંગે તપાસ કરતા બાતમી વાળા મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની કંપની શીલ પેક ૭પ૦ એમએલ.ની બોટલો નંગ ૬૦ મળી આવેલ જે એક બોટલની કિં. રૂ. ૪૦૦ લેખે કુલ બોટલ નંગ ૬૦ ની કિં. રૂ. ર૪૦૦૦ ગણી કબજે કરી એ ડીવી. પો.સ્ટે.માં ગુન્હો રજી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ રેઇડની કામગીરી એ ડીવી. પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. જે.એચ.કછોડ તથા પો.હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ જુંજીયા તથા પો.હેડ કોન્સ. કેશવભાઇ મંગાભાઇ તથા પો.કોન્સ. ભરતભાઇ આણંદભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા ભુપતસિંહ ડોલરસિંહ તથા પો.કોન્સ. અનકભાઇ ભીખુભાઇ તથા ભાવેશભાઇ કેશવભાઇ તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઇ વિગેરે માણસોએ કરેલ છે.

(1:08 pm IST)