Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જુનાગઢમાં વિસરાયેલી વાનગી સ્પર્ધા સંપન્ન

જુનાગઢ, તા. ૧૯ ભારતીય પરંપરા અને સ્વાસ્થ્યના ઉમદા હેતુ ને ઉજાગર કરતી જૂનાગઢના બહેનો માટે ખાસ  વિસરાયેલી ભારતીય વાનગી સ્પર્ધા  નું આયોજન તા. 16.6. 2019 ના રોજ દોમડીયા વાડી ખાતે કરવામાં આવેલ,

 આપણા સ્વાસ્થ્યનો સંબંધ આપણા ખોરાક છે,.  હાલ સમયના અભાવે લોકો દ્વારા બહારના ફાસ્ટ ફૂડ અને મીઠાઈઓ ખાવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેને કારણે ડાયાબિટીસ, બીપી, વગેરે જેવા અનેક રોગોના ભોગ બને છે, પહેલાના સમયમાં દાદીમાં દ્વારા બનતી વાનગીઓ લોકો ખૂબ જ ખાતા છતાં તેમને કોઈ રોગ થતા નહોતા.  

આ પરંપરાને ઉજાગર કરવાના હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા વિસરાયેલી વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં 110¥À વધુ બહેનોએ ભાગ લઈ અવનવી વિસરાયેલી વાનગી બનાવી હતી.

પ્રથમ ત્રણ આવેલ સ્પર્ધકો ઉપરાંત અન્ય ચાર સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ડો.કિંજલબેન ટાંક તથા ડો.રીટાબેન પીઠડીયા દ્વારા સ્કિનકેર તથા હેરકેર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ તથા અલક બ્યુટી કેર દ્વારા ભાગ લેનાર દરેક સ્પર્ધકો ને પંદરસો ની કિંમતનાં ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ.

નિર્ણાયક શ્રી ચંદ્રિકાબેન સોઢા, જયશ્રીબેન દેલવાડીયા, તથા હેમલભાઈ ઠાકોર દ્વારા 110 વાનગીઓમાંથી પસંદ કરી પ્રથમ ત્રણ વિજેતાઓ પસંદ કરવામાં આવેલ.

આ તકે જૂનાગઢના નામાંકિત મહિલાઓમાં ઉમાધામ સિદસર મંદિર ના મહિલા અધ્યક્ષ શ્રી જયશ્રીબેન ટીલવા, તથા રાષ્ટ્રીય સેવિકા સમિતિ ના જુનાગઢ જિલ્લા અધ્યક્ષ શ્રી રૂપલબેન લખલાણી ઉપસ્થિત રહી સર્વને પ્રોત્સાહિત કરેલ.

કાર્યક્રમને અંતે પ્રોફેસર અજયભાઈ ટીટા તથા રજતભાઇ પાંભર દ્વારા દરેક બહેનોને હળવી રમતો રમાડી આનંદ કરાવવામાં આવેલ.

આ કાર્યક્રમના સંયોજીકા શ્રી શિલ્પાબેન આરદેશણા, સહ સંયોજીકા શ્રી મધુબેન નંદાણીયા તથા ભાર્ગવીબેન પટેલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટેઙ્ગ સહભાગી સર્વે બહેનોનો આભાર વ્યકત કરેલ.

(1:07 pm IST)