Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મોરબીઃ બે અકસ્માતમાં યુવાન અને બાળાનું મોત

લૂંટાવદર પાસે કાર હડફેટે જયેશ લખધીર અને સનાળા રોડ પર બોલેરો હડફેટે રૂપાલી (ઉ.૩) નું મોતઃ કડીયા કામ કરતી વેળાએ પટકાતા વાલજી હડીયલનું મોત

મોરબી તા. ૧૯ :.. મોરબીમાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં એક યુવાન અને એક બાળકી મૃત્યુ નીપજયા હતા તો અન્ય એક બનાવમાં મકાનના ઉપરથી નીચે પટકાતા વૃધ્ધનું મૃત્યુ નિપજયુ હતું.

પ્રથમ બનાવમાં મોરબીના ક્રિષ્નાનગર-ર, વાવડી રોડ ખાતે રહેતા જયેશ અરવિંદ લખધીર (ઉ.૩પ) પોતાનું બાઇક લઇને લૂંટાવદર ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતાં. તે વેળાએ કારે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજયું હતું.

જયારે બીજા બનાવનાં શનાળા રોડ પર આવેલ ઉમા પાર્ટી પ્લોટ પાછળ ખારી વિસ્તારમાં રૂપાલી ભુપેન્દ્રભાઇ મંડેલ નામની ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે જીજે-૦૩-એઝેડ ૯ર૧ર બોલરોના ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નીપજયું હતું.

ત્રીજા બનાવમાં લખધીર વાસમાં મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં કડીયા કામ કરતા વાલજી પુંજા હડિયલ (ઉ.૪પ) રહે. દાદાની વાડી વાળા કોઇ કારણોસર નીચે પટકાતા તેઓનું મૃત્યુ નિપજયુ હતું. ત્રણ અલગ અલગ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 am IST)