Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અઠવાડિયામાં ફાયરિંગના ૪ બનાવો બાદ પશ્ચિમ કચ્છ પોલીસનું ભુજમાં કોમ્બિંગ- ૧૧ શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

પોલીસ ઉપરના હુમલાઓ તેમ જ દ્યાતક હથિયારો સાથે મારામારી કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે

ભુજ,તા.૧૯: છેલ્લા એક અઠવાડિયામાં બનેલા ફાયરિંગના ૪ બનાવોએ સરહદી કચ્છમાં ઉડાવેલા કાયદાના ધજાગરા બાદ એકાએક જાગેલી પશ્ચિમ કચ્છ પોલીસે સયુંકત ટીમો બનાવીને ભુજ શહેર અને તાલુકામાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમ્યાન નાની છરી, મોટા છરા, ધોકા, પાઇપોદ્યાતક હથિયારો સાથે ફરતા ૧૧ મુફલીસો ઝડપાયા હતા. પોલીસે ભુજ અને ભુજ તાલુકાના આ ૧૧ શખ્સો વિરુદ્ઘ હથિયારધારા હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. હમણાં દ્યણો સમય થયો કચ્છમાં યુવા વર્ગમાં હથિયારો સાથે ફરવાનું વલણ અને નાના મોટા ઝદ્યડામાં દ્યાતક હથિયારો ઉગામીને મારામારી કરવાનું વલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તો, પોલીસ ઉપરના હુમલાઓ પણ વધી રહેતા છે. ખરેખર પોલીસે હજી વધુ કડકાઈ દાખવવાની જરૂરત છે.

(11:43 am IST)