Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

થાનગઢમાં સરકારી સહાયના ચેક અપાયા

વઢવાણ, તા. ૧૯ : થાનગઢ મુકામે અનુસુચિત જાતિના ઇસમ પ્રકાશભાઇ કાન્તિભાઇ પરમાર તથા સુરેશભાઇ દેવજીભાઇ પરમાર દ્વારા એટ્રોસીટી એમેન્ડમેન્ટ એકટ ર૦૧પ, આઇ.પી.સી. હથીયાર ધારા અંગર્તત ગુનો રજિસ્ટ્રર થયેલ તેના અનુસંધાને આરોપી નરેશભાઇ દિનુભાઇ ધાધલ તથા અન્ય બે ઇસમો દ્વારા હુમલો કરતા પ્રકાશભાઇ કાંતિભાઇ પરમારને ઇજા થવાના કારણે તેઓનું અવસાન થયેલ તથા સુરેશભાઇ દેવજીભાઇ પરમારને ગોળથી ઇજા થતાં સારવાર હેઠળ છે.

ઉકત બનાવના આરોપી પૈકી બેની ધરપકડ કરવામાં આવેલ છે. સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના જિલ્લા અધિકારીશ્રી દ્વારા ભોગ બનનાર ઇસમની તથા મૃતકના પરિવારની મુલાકાત લઇ સાંત્વના આપી, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર અવસાન પામનાર મૃતકના પત્ની દયાબેન પ્રકાશભાઇ પરમારને રૂ.૮.રપ લાખની સહાય મંજૂર કરી સહાયની પ૦% મુજબની રકમ રૂ.૪,૧ર,પ૦૦/- તથા ઇજાગ્રસ્ત સુરેશભાઇ દેવજીભાઇ પરમારને રૂ.૪.૦૦ લાખની સહાય મંજૂર કરી તે પૈકી પ્રથમ તબક્કાની સહાય રૂ. ૧.૦૦ લાખ તા. ૧૬-૬-૧૯ના રોજ કુંવરજીભાઇ બાવળીયા તથા પ્રમુખ નગરપાલિકા થાનગઢ તથા નરેશભાઇ મારૂ પ્રદેશ મહામંત્રી અનુસુચિત જાતિ મોરચા તથા સ્થાનિક અધિકારીઓ, સમાજના આગેવાનોની હાજરીમાં ચૂકવેલ છે.  આ ઉપરાંત મૃતકના પત્નીને માસિક પેન્શન, મૃતકના પત્ની ઉપરાંત તેમના બે બાળકોને અનાજ કઠોળ સહાય પેટે પ્રતિ વ્યકિત માસિક રૂ. પ૦૦ લેખે વધુમાં વધુ ત્રણ માસ સુધી તથા મૃતકના વારસદાર પત્નીને અંત્યેષ્ઠિ સહાય નિયમોનુસાર ચૂકવવાની કાર્યવાહી ચાલુ છે.

(11:41 am IST)