Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જુનાગઢના વિજાપુરમાં ચોરાયેલ ટ્રેકટર-ટ્રોલીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ તા. ૧૯ :.. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં તા. પ ના રોજ ભરતભાઇ સુકાભાઇ જાડેજા વિજાપુર વાળાએ ફરીયાદ આપેલ કે તેમનું ટ્રેકટર મેસી કંપની લાલ કલરનું તથા બાલાજી કંપનીની ટ્રોલી મળી કુલ કિંમત રૂ. ૭ લાખની ચોરી થયેલ છે.

જેથી ચોરાયેલ ટ્રેકટર તથા ટ્રોલી આરોપીને શોધી કાઢવા રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને એસપી શ્રી સૈારભ સિંઘ તથા ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પીએસઆઇ જે. પી. ગોસાઇ તથા સ્ટાફે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ રાખેલ તેમજ ખડીયા ચેક પોસ્ટ ખાતે નાકાબંધી રાખી વાહન ચેકીંગ કરાવેલ દરમ્યાન તા. ૮ ના રોજ સદર ચોરીમાં ગયેલ ટ્રેકટર તથા ટ્રોલી ખડીયા મુકામે યોગી પેટ્રોલ પંપની બહાર રોડની સાઇડે બીનવારસી મળી આવેલ જે ગુન્હાના કામે કબ્જે કરી તે જગ્યાની આજુ બાજુમાં સીસી ટીવીની તપાસ કરેલી તેમજ અંગત બાતમીદારોથી તપાસ કરાવેલ દરમ્યાન હકિકત મળેલ કે ખડીયા ગામે રહેતા રામભાઇ પુનાભાઇ રાવલીયાના બાળ કિશોર છોકરાએ ચોરી કબુલ કરેલ જેથી આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની તા. ૧૭ ના રોજ જરૂરી કાર્યવાહી કરી તેમના પિતાને પરત સોંપવામાં આવેલ છે.

(11:36 am IST)