Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ધોરાજીમાં સમૂહશાદી યોજાઇ

ધોરાજી : ખિદમતે ખલક કમીટી દુરા દ્વારા દ્વિતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૭ દુલ્હા-દુલ્હનના નિકાહ આલીમે દીન પ્રિન્સિપાલ દારૂલ ઉલૂમ મીશકીનીયાના ગુલામ ગોષ અલવી સાહેબે પઢાવી હતી. અલવી સાહેબે ઇસ્લામની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે લઘુમતી આગેવાન એડવોકેટ અમીનભાઇ નવીવાલએ ખિદમતે ખલક કમીટીની સેવાકીય પ્રવૃતિ વિશે જણાવ્યું હતું. કે ખિદમતે ખલક કમીટી દુરા ગરીબ બિમાર દર્દીઓને વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવે છે. ખાસ એજયુકેશન પર ધ્યાન આપવામાં આવે છે. દિની અને દુનિયાવી તાલીમ માટે સંસ્થા હંમેશા જરૂરીયાત મંદોને આર્થિક સહાય કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ મુસ્તાકભાઇ વાધરીયાએ સમૂહ શાદી બીજીવાર યોજાયેલ હોય સંસ્થાનો ટુંકો પરિચય આપેલ હતો. કાર્યક્રમનું સંચાલન પીજીવીસીએલના એકઝીકયુટીવ ઇજનેર સલીમભાઇ પાનવાલાએ કરેલ અને આભારવિધિ રફીકભાઇ વાધરીયાએ કરેલ હતી. આ સમૂહ શાદીમાં દુલ્હનને જરૂરી કરીયાવર આપવામાં આવેલ હતું. સમૂહ શાદીને સફળ બનાવવા માટે ખિદમતે ખલક કમીટીના હોદેદારો દુરા ભારે જહેમત ઉઠાવી ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજીક કાર્યકરો, પત્રકારો, રાજકીય આગેવાનો વિગેરે હાજર રહ્યા હતાં. સમૂહ શાદી યોજાઇ તે તસ્વીર. (તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ-ધોરાજી)

(11:35 am IST)