Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઉપલેટાની જનતાને ફિલ્ટર કરેલુ પાણી અપાશે પ્રમુખ રાણીબેન

ઉપલેટા તા. ૧૯: ઉપલેટા શહેરની સીતેર હજારની વસ્તીને મોજ ડેમ તથા વેણુ-ર ડેમમાંથી અત્યારે ફિલ્ટર વગરનું પાણી આપવામાં આવે છે. ગઇકાલે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન દાનાભાઇ ચંદ્રવાડીયાએ પત્રકારો સમક્ષ ઉપલેટા શહેરની જનતા લાપસીના આંધણ મુકે તેવા સમાચાર શહેરની જનતા માટે આપ્યા છે.  તેમણે જણાવ્યુ  છે કે, રૂપિયા એક કરોડ વીસ લાખના ખર્ચે અધતન ફિલ્ટર પ્લાનનુ કામ સંપુર્ણપણે પુર્ણ થઇ ગયેલ છે.

આ ફિલ્ટર પ્લાન એક વર્ષ માટે કોન્ટ્રાકટરને ચલાવી આપવાનો રહેશે અને કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર પણ આપી દેવામા આવેલ છે. આ બાબતે નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ જણાવ્યુ છે કે ટુંક સમયમાજ ઉપલેટા શહેરની જનતોન શુધ્ધ અને ફિલ્ટર કેરલુ પાણી વિતરણ કરવામા આવશે.

(11:33 am IST)