Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અલંગમાં વિજ પોલ સાથે બાળક અથડાતા યુવાનનું મોત

ભાવનગર તા. ૧૯ :.. ભાવનગરમાં અલંગમાં વિજ પોલ સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ ભાવનગરનાં અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે રહેતાં મંગાભાઇ બોઘાભાઇ દિહોરા ઉ.૪ર તેનાં બાઇક ઉપર જતાં હતા ત્યારે બાઇક પરનો કાબુ ગુમાવતાં બાઇક વીજ થાંભલા સાથે અથડાતાં તેને ગંભીર ઇજા થતા ભાવનગરની હોસ્પીટલે ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું.

દાઝી જતાં યુવાનનું મોત

ભાવનગર જીલ્લાનાં ભડભડીયા ગામે રહેતાં જગદીશભાઇ રમેશભાઇ બાંભણીયા ઉ.ર૮ તેનાં ઘેર ગંભીર રીતે દાઝી જતાં અત્રેની સર ટી. હોસ્પીટલમાં ખસેડાતાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.

(11:30 am IST)