Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કોટડા સાંગાણીમાં કૃષિ મહોત્સવ

કોટડા સાંગાણી : તાલુકા કક્ષાનો કૃષી મહોત્સવ યોજાયો હતો જેમાં તાલુકાભરના ખેડૂતો તેમજ પશુપાલકોએ લાભ લીધો હતો. અને શ્રેષ્ઠ ખેડૂતો તેમજ પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કૃષિ મેળામાં વિવિધ સ્ટોલ ઉભા કરાયા હતાં. જેમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટની યોજનાનો ખેડૂતોએ લાભ લીધો હતો. પશુપાલન તેમજ કૃષિમાં ગ્રામ્ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પધ્ધતિઓ, જળ સંચય અને વિજળીના સંચયના અભિગમો ખેડૂતો સુધી પહોચાડવામાં આવ્યા હતાં. અને કૃષિ નિષ્ણાતો તેમજ પશુ  નીષ્ણાતોએ સમજણ આપી હતી. સાથે જ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ખેડૂતોને છોડ વિતરણ કરાયા હતાં. તાલુકાના ખેડૂતોને તાલુકા મથકે વિવિધ યોજનાનો લાભ મળી શકે તે માટે રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મામલતદાર પુજા બાવડા, નાયબ મામલતદાર સી. જી. પારખીયા ટીડીઓ એન. પી. ત્રિવેદી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ મકવાણા વિપક્ષ નેતા પ્રતિપાલસિંહ જાડેજા, યુવા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી અમીત પડારીયા તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઇ સરવૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(11:30 am IST)