Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

હળવદના ગામ શ્રીનગરમાં બીટી કપાસના નકલી બિયારણનું વેચાણ

ખેડૂતોને બરબાદ થતા બચાવવા પગલા ભરવા માંગ

હળવદ, તા. ૧૯ :. તાલુકા ના રણમલપુરમા બીટી કપાસના નકલી બિયારણ વેંચાણના ભાંડો ફુટતા તંત્ર દોડતું થયું હતું ત્યારે બિયારણ વેચતાઓએ માલ સગેવગે કરી બચાવ કરી લીધો હતો તેવું ખેડૂતો ચર્ચિ રહ્યા છે અને ડુપ્લીકેટ બિયારણનો વિક્રેતાને હાશકારો લીધો અનુભવ્યો હતો પરંતુ તંત્રની નજર ચુકવી બચી ગયાની સેખી મારતાં નકલી બીટી કપાસ બિયારણના વહેપારીઓ પર તંત્રની બાજ નજર છે અને બિયારણનો મોટા જથ્થો ઝડપાઇ તો નવાઈ નહીં એવી લોકચર્ચાઓ જાગી છે.

નકલી બિયારણ વહેંચી ખેડૂતોને પાયમાલ કરતાં શખ્સો પર તંત્ર હરકતમાં આવી ચકાસણી હાથ ધરી હતી પરંતુ બીટી કપાસના વેચાણ કરતાં વેપારીએ માલ સગેવગે કરી પોતાની જાતને આબાદ બચાવી લેવાની સેખી મારી રહ્યાં છે ત્યારેઙ્ગ તપાસ કરવામાં આવી હતી જેમાં કોઈ પણ જાતનો જથ્થો ઝડપાયો નહોતો.હળવદના રણમલપુર ખાતે નકલી બીટી કપાસનો ધિકતો ધંધો ચાલી રહ્યો છેઙ્ગ તેવી રાવ ઉઠવા પામી છે ત્યાં શ્રીજી નગર ગામ પણ બાકાત નથી તેવું બહાર આવ્યું છે

કંપનીઓના ભળતા નામે બિયારણનુ પેકિંગ કરી ખેડૂતોને વહેંચી રહ્યાં છે.ખેડૂતોને લાલચ આપી પોતાના નકલી બિયારણનો કાળો કારોબાર ચલાવી ખેડૂતોને પાયમાલ કરી રહ્યાં છે જેમાં વર્ષોથી પડદા પાછળ ચાલતા નકલી બીટી કપાસ બિયારણો ધૂમ વેંચતા થયા છે.હળવદ તાલુકાના રણમલપુર નકલી બિયારણ વહેંચાણનુ એપી સેન્ટર ગણાય છે જેમાં જાગૃત ખેડૂત પાસેથી નામ ગુપ્ત રાખવાની શરતે મળતી માહિતી મુજબ માલણીયાદમાં એક હજારથી વધુ પેકેટ, એંજારમાં આઠસો પેકેટ, કીડી ગામમાં પાંચસો પેકેટ,બુટવડા, ધણાંદ,અને નવા વેગડવાવમા પણ નકલી બિયારણનો ધિકતો ધંધો ચાલે છે ત્યારે નકલી બીટી કપાસનો વેપાર કરતાં શખ્સો પર તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવશે કે પછી સરકારી તંત્રમાં શ્નઈંટદ્બક હૈ ચલતી હૈ' ચાલશે તેવી લોકચર્ચાઓ જાગી છે.

અસલી નકલી કેવી રીતે પારખવું ?

અસલી કે નકલી પારખવાની કઈ રીતે પારખવુ જે દુકાનધારક પાસે જેતે બિયારણ વેચવાનુ લાયસન્સ અને પ્રિન્સિપાલ સર્ટિફિકેટ છે કે નહીં બિયારણની થેલીમાં સરકાર માન્ય મહોર છે પેકિંગમાં વેરાયટી, લોટ નંબર ,પેકિંગ તારીખ,ટેસ્ટ તારીખ, આખરી તારીખ, કસ્ટમ કેર નંબર,કિંમત સહિતની માહિતી જોડાયેલી હોય છે.

(11:23 am IST)