Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મોરબી પાલિકા કચેરીએ પ્રિન્ટર ખોટકાતા જન્મ-મરણ દાખલાની કામગીરી ઠપ્પ

મોરબી, તા. ૧૯ :  મોરબી નગરપાલિકા કચેરીએ જન્મ મરણ દાખલા કઢાવવા માટે અરજદારોને અવારનવાર પરેશાની ભોગવવી પડતી હોય છે નેટના ધાંધિયા, પ્રિન્ટર ખરાબ થયું છે તેવા જવાબો આપીને અરજદારોને પરત મોકલી દેવાય છે તેવું આજે ફરીથી જોવા મળ્યું હતું જન્મ મરણ દાખલા કઢાવવાની બારીએ અરજદારોની લાઈનો લાગી હતી.ે

જન્મ મરણ દાખલા લેવા માટે સપ્તાહમાં નક્કી કરેલ દિવસ એવા મંગળવારે સમય આપીને અરજદારોને બોલાવાય છે તેવામાં મંગળવારે પ્રિન્ટર ખરાબ થયાનું જણાવી દીધું હતું જેથી અરજદારોને જન્મ મરણના દાખલા મળી શકયા ના હતા અને છાશવારે ટેકનીકલ ખામી જણાવીને અરજદારોને પરત મોકલાય છે ત્યારે પાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓને આ મામલે તપાસ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે અને ખરેખર ટેકનીકલ ખામી સર્જાતી હોય તો તે ક્ષતિઓ દુર કરવી જોઈએ અને જો બહાના બનાવાતા હોય તો પગલા લેવાની પ્રબળ માંગ ઉઠી રહી છે.

(11:22 am IST)
  • રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવો વળાંક : ભાજપમાં જોડાયેલા તમામ બાગીઓ ગેરહાજર : કોંગ્રેસના વ્હીપથી બચવા માટે સામાન્ય સભામાં ડોકાયા જ નહિં : કોંગીના ૧૮ જેટલા સભ્યોની હાજરીમાં સભા શરૂ access_time 1:07 pm IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST

  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST