Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા દસમી સંસદ યોજાઇ

ટંકારા, તા. ૧૯ : માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા દર વર્ષે માલધારીઓના વિવિધ પ્રશ્નોને લઇ જુદા જુદા વિસ્તારોમાં માલધારી સંસદનું આયોજન કરે છે. જેમાં માલધારીઓના સામાજીક પ્રશ્નોની ચર્ચા, સમાજમાં ઉત્કર્ષ, પરિવર્તનની ચર્ચાઓ થાય છે.

આ વખતે માલધારી સંસદ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામે યોજાયેલ.

માલધારી સંસદમાં સમસ્ત ગુજરાતમાંથી ગીરના જુદા જુદા નેસોમાંથી અનેક લોકો ઉપસ્થિત રહેલ.

આ સંસદમાં ગૌચરનો પ્રશ્ન, વાડાનો પ્રશ્ન માલધારીઓને થતી ફોરેસ્ટરની કનરગત સહિત એસ.ટી.ના દાખલા વિગેરે પ્રશ્નો રજૂ થયેલ.

(11:22 am IST)