Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કોડીનારમાં પંચાયત કચેરી અને મકાન ઉપર વિજળી પડતા એક ગંભીરઃ ૧૦ લોકોને ઇજા

અમદાવાદ :સૌરાષ્ટ્રમાં ચોમાસાની મહેર વરસી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મન મૂકીને વરસાદે દસ્ત આપી છે. ત્યારે ગીર-ગઢડાના થોરડી ગામ પાસે આવેલી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાને કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.

કોડીનારમાં વીજળી પડી

ગીર-સોમનાથમાં સર્વત્ર ભારે વરસાદ પડી રહ્યો છે. કોડીનારના આંણદપુર ગામે વીજળી પડવાની ઘટના બની છે. પંચાયત કચેરી અને એક મકાન પર વીજળી પડી છે. જેને કારણે 10 લોકોને ઈજા પહોંચી છે. તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.

વિવિધ વિસ્તારોમાં વરસાદ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના જૂની માંડરડી, આગરિયા,કોટડી, ધારેશ્વરમાં ધીમી ધારે વરસાદ શરૂ છે. તો જાફરાબાદના લોર, પીછડી, એભલવડ અને માણસામા પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘરાજાની અવિરત સવારી ચાલુ છે. તો સુત્રાપાડા અને ઉનામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી પડ્યો છે. ભાવનગરના મહુવામાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જોકે, વાવણીલાયક વરસાદ વરસવાથી ખેડૂતોને ખુશીના સમાચાર મળ્યા છે.

છેલ્લા 24 કલાક નો વરસાદ

અંજારમાં 13 મીમી વરસાદ

ભચાઉમાં 2 મીમી વરસાદ

ગાંધીધામમાં 8 મીમી વરસાદ

માંડવીમાં 15 મીમી વરસાદ

મુન્દ્રામાં 2 મીમી વરસાદ

(8:54 am IST)