Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયતમાં બળવો કરનાર ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરાયા

અમરેલી જિલ્લામાં રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયતમા ભાજપમાંથી બળવો કરનાર સભ્યો સસ્પેન્ડ કર્યા છે. બંને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં તાલુકા પંચાયત કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી છે. ભાજપે રાજુલાના દયાબેન વાળા, ગીતાબેન ધાખડા અને હુસેનભાઈ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. જાફરાબાદ તાલુકા પંચાયતના કરણભાઈ બારૈયા અને બાલુબેન મકવાણાને સસ્પેન્ડ કર્યા છે.

(8:20 pm IST)