Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મોરબી જીલ્લા પંચાયતમા કાલે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં બળવાના એંધાણ

મોરબીઃ મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બળવાના એંધાણ છે પ્રમુખ પદ માટે કોંગ્રેસે મુકેશભાઇ ગામી અને ઉપપ્રમુખ માટે હસમુખભાઇ મુછડીયાનો મેન્ડેટ આપ્યો કોંગી સદસ્ય કિશોરભાઇ ચિખલીયા અને ઉપપ્રમુખ પદ માટે ગુલામભાઇ પરાસરાએ ફોર્મ ભર્યુ હતુ.

જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં બળવો થવાના એંધાણ છે ૧૬ સભ્યો કિશોરભાઇ સાથે હોવાનું જાણવા મળ્યુ ચે.

વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પદે ફાતેમાબેન સેરશીયા, ઉપપ્રમુખઙ્ગ પદે રામુબેન ખેરવાડીયા અને ભાજપમાંથી પ્રમુખ પદે અબાસણીયા જયાબેન, ઉપપ્રમુખ પદે દેવશીભાઇ સાપરાએ ફોર્મ ભર્યા છે. હળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પદે ભરતભાઇ છડોદા, ઉપપ્રમુખ લાભુબા ઝાલા અને ભાજપમાંથી પ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ બળદેવભાઇ સોનાગ્રાએ ફોર્મ ભર્યા છે.

જયારે માળીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પદે લાભુબેન બકુત્રા, ઉપપ્રમુખ ઉમરભાઇ જેડા અને ભાજપમાંથી પ્રમુખ પદે વિજયાબેન રાઠોડ, ઉપપ્રમુખ ધ્રુવકુમાર જાડેજા એ ફોર્મ ભર્યા છે.

 

(8:17 pm IST)