Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જુનાગઢ જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ન ભરતા કોંગ્રેસને વિજય

જુનાગઢઃ જુનાગઢ જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતમાં ભાજપ તરફથી કોઇ ઉમેદવારોએ ફોર્મ ન ભરતા આ બેઠકો બિનહરીફ રીતે કોંગ્રેસના ફાળે ગઇ છે તેમ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ જણાવ્યુ હતુ.

જુનાગઢ જીલ્લા પંચાયતમાં માંગરોળના સેજાભાઇ ચા વાળા જીલ્લા પ્રમુખ બન્યા છે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખ માટે કોંગ્રેસના સેજાભાઇ કરમટાએ પ્રમુખ તરીકે, ઉમાબેન પ્રવીણભાઇ ચાવડાએ ઉપ-પ્રમુખ તરીકે ફોર્મ ભર્યુ હતુ. ચદ્રીકાબેન ચુડાસમા અને જિલ્લા પ્રમુખ હર્ષદભાઇ રીબડીયાની આગેવાનીમાં ઉમેદવારોને ફોર્મ રજૂ કર્યા હતા.

ભાજપ તરફથી એકપણ ફોર્મ રજૂ ન થતા કોંગ્રેસના બન્ને ઉમેદવાર બીનહરીફ થયા છે.

(8:16 pm IST)